Skip to main content
Settings Settings for Dark

કેલિફોર્નિયા: વાઇલ્ડફાયર ફેલાતાં હજારો લોકોને સ્થળાંતર કરાયાં

Live TV

X
  • આગ ઓલવવા માટે 1,000 કર્મચારી, 500 ફાયગ બ્રિગેડ વાહન, એર ટેન્કર સહિત હેલિકોપ્ટર પણ કામે લાગ્યા, વીજળી કંપનીએ આશરે 1 લાખ 80 હજાર ગ્રાહકોનો વીજ પુરવઠો બંધ કરી દીધો છે.

    કેલિફોર્નિયા પ્રાંતના ગવર્નર ગેવિન ન્યુસમે શુક્રવારે લોસ એન્જેલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેલી ભીષણ આગની અસર અને જોખમને ધ્યાનમાં રાખી રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી છે. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આ આગ 5,000 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. બીજીબાજુ સોમવારે લોસ એન્જેલસથી 65 કિમી દૂર સેન્ટા ક્લેરિટામાં પણ આગ લાગી હોવાના અહેવાલ છે. ન્યૂસમે કહ્યું હતું કે હું લોસ એન્જલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેતી આગની ભીષણતાને જોતા ઈમર્જન્સીની જાહેરાત કરું છે. સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં 500 જેટલા ઘર સળગી ગયા છે અને અનેક ઘર ક્ષતિગ્રસ્ત થયા છે.

    રાષ્ટ્રીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે રવિવાર સુધી હવાની ઝડપ વધી શકે છે. આ અગાઉ ઉત્તરી કેલિફોર્નિયાના વાઈન કન્ટ્રી વિસ્તારમાં જંગલમાં આગ લાગી હતી. બાદમાં આ આગ 16,000 એકરમાં ફેલાઈ ગઈ હતી, જેને લીધે 2,000 લોકોને ઘર ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. લાખો ગ્રાહકોના વીજ પુરવઠાને અસર થઈ,  કેલિફોર્નિયાના ઉત્તરી વિસ્તારમાં વીજળી કંપનીઓએ આશરે 1,80,000 ગ્રાહકોનો વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. દુર્ઘટના અને આગ ફેલાવવાના જોખમને ઓછું કરવા માટે આ
    વીજ પુરવઠો અટકાવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply