બ્રિટિશ સાંસદોએ જલ્દી ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને ફગાવ્યો
Live TV
-
PM બોરિસ જૉનસન ફરી કોશિશ કરશે
12 ડિસેમ્બરે સામાન્ય ચૂંટણી યોજવાના પ્રસ્તાવને ફગાવ્યો, PM બોરિસ જૉનસન ફરી કોશિશ કરશે
બ્રિટનની સંસદે 12 ડિસેમ્બરેના રોજ સામાન્ય ચૂંટણી યોજવાનો પ્રધાનમંત્રી બોરીસ જોન્સનનો અનુરોધ ફરી નામંજુર કરી દીધો છે. આ પ્રસ્તાવના પક્ષમાં 17, જ્યારે વિરોધમાં 299 મત પડ્યા હતાં. જો કે, આ પ્રસ્તાવને પાસ કરાવવા માટે બે તૃતિયાંશ એટલે કે, 434 મતની જરૂર હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંસદનું કામકાજ લાંબા સમય સુધી નથી રોકી શકાતું. આ ગતિઅવરોધના કારણે સંસદમાં કોઈ કામકાજ નથી થઈ રહ્યું. પ્રધાનમંત્રી બોરીસ જોન્સને સામાન્ય ચૂંટણી ન યોજાવા દેવાને લઈને લેબર પાર્ટીના નેતા જેરેમીક ઓરવીન પર નિશાન સાધ્યું. આ દરમિયાન વિપક્ષી લેબર પાર્ટીએ પ્રધાનમંત્રીનો બહિષકાર કર્યો જેના કારણે આ ચૂંટણી માટે આવશ્યક બે તૃતિયાંશ બહુમત ન મળી શકી. હવે પ્રધાનમંત્રી જોન્સન ક્રિસમસ પહેલાં ફરી એકવાર ચૂંટણીને લઈને પ્રયાસ કરી શકે છે
