Skip to main content
Settings Settings for Dark

ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું અવસાન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Live TV

X
  • ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. પોપ ફ્રાન્સિસ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.

    પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. તેમણે 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. પોપ ફ્રાન્સિસે હાલમાં રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ફેફસાના જટિલ ચેપથી પીડાતા હતા જેના કારણે તેમની કિડની પણ શરૂઆતના તબક્કામાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. 2021ની શરૂઆતમાં તેમને રોમની એ જ જેમેલી હોસ્પિટલમાં 10 દિવસ માટે દાખલ કરાયા હતા. 

    સાન્ટા માર્ટા નિવાસસ્થાને મૃત્યુ પામ્યા

    વેટિકન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પોપ ફ્રાન્સિસનું અવસાન ઇસ્ટર સોમવાર 21 એપ્રિલ 2025ના રોજ વેટિકનના કાસા સાન્ટા માર્ટ ખાતેના નિવાસસ્થાને થયું છે. 

    પોપ ફ્રાન્સિસનું સાદું જીવન

    પોપ ફ્રાન્સિસને તેમની સાદગી, દયા અને ગરીબો પ્રત્યેની સહાનુભૂતિ માટે ઓળખાય છે. તેમણે હંમેશા સાદગીભર્યા જીવનની મિશાલ રજૂ કરી છે. પોપ ઘણીવાર સામાજિક ન્યાય, પર્યાવરણ સંરક્ષણ, શરણાર્થીઓના અધિકાર અને ધાર્મિક સહિષ્ણુતા જેવા મુદ્દા પર ખૂલીને વાત કરતા હતા. પોપ ફ્રાન્સિસે ચર્ચમાં પારદર્શિતા અને સુધારા લાવવા માટે અનેક પહેલ કરી છે. તેમનું માનવું છે કે ચર્ચે માત્ર પરંપરા સાથે જ નહીં પરંતુ આધુનિક યુગના પડકારો સાથે પણ ગતિ રાખવી જોઈએ.

    પોપે ઇસ્ટરની શુભેચ્છા પાઠવી

    અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે રવિવારે પોપ ફ્રાન્સિસને મળ્યા. જે.ડી. વાન્સને મળવા ઉપરાંત, પોપ ફ્રાન્સિસ ઇસ્ટર પર સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં હજારો લોકોને આશીર્વાદ આપવા માટે જાહેરમાં પણ દેખાયા. આ પ્રસંગે લોકોના ટોળાએ તેમનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું. લોકોને હેપ્પી ઇસ્ટરની શુભેચ્છા પાઠવતા પોપ ફ્રાન્સિસે કહ્યું હતું, “ભાઈઓ અને બહેનો, હેપ્પી ઇસ્ટર!

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
apply