Skip to main content
Settings Settings for Dark

રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે,રોડ આઇલેન્ડની બ્રાઉન યુનિવર્સિટીની મુલાકાત લેશે

Live TV

X
  • લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી બે દિવસની અમેરિકાની મુલાકાતે છે. રાહુલ શનિવારે (સ્થાનિક સમય) અમેરિકાના બોસ્ટન લોગન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા. જ્યાં તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

    રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમિયાન રોડ આઇલેન્ડમાં બ્રાઉન યુનિવર્સિટીની મુલાકાત લેશે. અહીં તેઓ ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. રાહુલ NRI સમુદાયના સભ્યો, પદાધિકારીઓ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC) ના સભ્યો સાથે પણ વાતચીત કરી શકે છે.

    આ પહેલા કોંગ્રેસના નેતા પવન ખેરાએ 'X' પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી 21 અને 22 એપ્રિલે અમેરિકાના રોડ આઇલેન્ડમાં બ્રાઉન યુનિવર્સિટીની મુલાકાત લેશે'.

    રાહુલ ત્યાં પણ સંબોધન કરશે. તેઓ યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. તાજેતરના મહિનાઓમાં રાહુલ ગાંધીની આ બીજી અમેરિકા મુલાકાત છે. અગાઉ સપ્ટેમ્બર 2024માં, રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયા હતા.

    તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ અગાઉ સપ્ટેમ્બર 2024 માં 3 દિવસ માટે અમેરિકાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ડલ્લાસ શહેરમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી અને ભારતીય સમુદાયને સંબોધિત કર્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
apply