ગાંધીનગર ખાતે G20ની બીજી "એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપ"ની મીટિંગ 27થી 29 સુધી માર્ચ યોજાશે
Live TV
-
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બીજી એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપ (ECSWG)ની બેઠક 27-29 માર્ચ, 2023 દરમિયાન ગાંધીનગરમાં યોજાશે.
ભારત G20 સમિટની આ વર્ષે યજમાની કરી રહ્યું છે ત્યારે ભારતના કેટલાક રાજ્યોમાં G20ના એન્ગેજમેન્ટ ગ્રુપની બેઠક યોજાઈ રહી છે. ત્યારે બીજી ECSWG બેઠકમાં G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને વૈશ્વિક પર્યાવરણ અને આબોહવા પરિવર્તન એજન્ડા પર ધ્યાન કેન્દ્રીત કરવા અને પ્રથમ કાર્યકારી જૂથની બેઠક દરમિયાન આપવામાં આવેલા ઇનપુટ્સ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે એકસાથે લાવશે. આ પરિષદ જલ શક્તિ મંત્રાલયની આગેવાની હેઠળના જળ સંસાધન વ્યવસ્થાપન પર એક સાઈડ ઈવેન્ટ સાથે શરૂ થશે, જ્યાં G20 સભ્ય દેશો આ વિષયમાં શ્રેષ્ઠ પ્રથાઓ પર પ્રસ્તુતિઓ કરશે.
પ્રતિનિધિઓને ખાસ ક્યુરેટેડ ડાન્સ અને મ્યુઝિક પર્ફોર્મન્સ દ્વારા ગુજરાતની વાઇબ્રન્ટ સાંસ્કૃતિક પરંપરાઓનો અનુભવ કરવાની તક મળશે અને તેમની મુલાકાત દરમિયાન સ્થાનિક ભોજનનો સ્વાદ માણવાની તક પણ મળશે. બીજી ECSWG મીટિંગ એ ટકાઉ અને સ્થિતિસ્થાપક ભાવિ તરફ G20 દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દરેક પ્રાધાન્યતા ક્ષેત્રો હેઠળ પરિણામો લાવવા અને બધા માટે ટકાઉ અને સ્થિતિસ્થાપક ભાવિ હાંસલ કરવા માટે તમામ હિતધારકો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
