Skip to main content
Settings Settings for Dark

ગાજા હિંસા પર UNમાં આપાતકાલીન વાર્તા, સંયુક્ત નિવેદન માટે સંમતિ દર્શાવાઈ નહીં 

Live TV

X
  • સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શનિવારે આપાતકાલીન વાર્તા દરમ્યાન ગાજામાં ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે વધી રહેલી હિંસાને લઈને ચર્ચા કરી હતી. 

    સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શનિવારે આપાતકાલીન વાર્તા દરમ્યાન ગાજામાં ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે વધી રહેલી હિંસાને લઈને ચર્ચા કરી હતી. 

    જો કે આ હિંસાની ઘટનાઓ પર સંયુક્ત નિવેદન જાહેર કરવા મુદ્દે બેઠકમાં સંમતિ દર્શાવાઈ ન હતી. એક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટેનિયો ગુટરેસે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની રજૂઆત કરી અને શાંતિ પ્રયત્નોને ફરીથી શરૂ કરવાને લઈને વિશ્વ એકમ શરૂ કરવાની તત્પરતા દર્શાવી હતી. 

    આ બેઠકમાં પેલેસ્ટાઈને કહ્યું હતું કે, 'વર્ષ 2014માં ગાજા યુદ્ધ બાદથી ઈઝરાયલ તરફથી કરાયેલ હુમલામાં અત્યાર સુધીની સૌથી ઘાતક હિંસામાં એક જ દિવસમાં 16 લોકો માર્યા ગયા છે.' સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના રાજકીય મુદ્દાઓના સહાયકે કહ્યું હતું કે, 'આગામી દિવસોમાં આ હિંસાની સ્થિતિ વધુ વણસી શકે છે. પરિસ્થિતિ વધુ બગડી શકે છે.'

    બીજી તરફ ઈઝરાયલના રાજદૂત ડેની ડેનને બેઠક પહેલા એક લેખિત નિવેદનમાં હિંસા માટે હમાસને જવાબદાર ગણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply