ગાઝામાં ઈઝરાયલના હુમલામાં 42 પેલેસ્ટાઈનના મોત
Live TV
-
ઈઝરાયલના હવાઈ અને તોપોના હુમલામાં ગાઝા પટ્ટીના મધ્ય ભાગમાં આવેલા નુસરત શરણાર્થી શિબિરમાં ઓછામાં ઓછા 42 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને 150થી વધુ ઘાયલ થયા હતા. આ માહિતી પેલેસ્ટિનિયન તબીબી સૂત્રોએ આપી હતી.
પેલેસ્ટાઈનના સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર ઈઝરાયેલની સેનાએ શુક્રવાર સવારથી જ નુસરતના ઘરો પર હવાઈ અને તોપખાનાથી હુમલો શરૂ કરી દીધો.
ગાઝા સરકારી મીડિયા ઓફિસે હુમલાની નિંદા કરતા કહ્યું કે તેઓએ મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોને જાણી જોઈને નિશાન બનાવ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઇઝરાયલ પર દબાણ લાવવાની અપીલ કરી, જેથી ગાઝાના નાગરિકો પરના આ હુમલાઓને રોકી શકાય.
શનિવારે, ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ રફાહ અને ગાઝાના મધ્ય ભાગમાં આતંકવાદીઓને મારવા, તેમના ઠેકાણાઓને નષ્ટ કરવા અને શસ્ત્રો શોધવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું.
7 ઓક્ટોબર 2023ના રોજ ગાઝા તરફથી હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. તે હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
ગાઝા હેલ્થ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 43,314 થઈ ગઈ છે.
આ સિવાય હિઝબુલ્લા સાથે ઈઝરાયેલનો સંઘર્ષ પણ ચાલુ છે. 8 ઓક્ટોબર, 2023થી, ઇઝરાયલના હુમલામાં લેબનોનમાં 2,968 લોકોના મોત થયા છે અને 13,319 લોકો ઘાયલ થયા છે. 23 સપ્ટેમ્બરથી ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સરહદ પર અથડામણ વધી ગઈ છે, જેના કારણે આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ બની ગયો છે.
