Skip to main content
Settings Settings for Dark

ગાઝામાં યુદ્ધવિરામ માટે UNSCમાં પ્રસ્તાવ પસાર

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ સોમવારે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામ માટે પ્રસ્તાવ પસાર કર્યો. આ પ્રસ્તાવને હમાસે આવકાર્યો છે.

    ગાઝામાં યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.  ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ તરફથી તમામ બંધકોને છોડી મૂકવાના પ્રસ્તાવની તરફેણમાં 14 મત પડ્યા છે.  15 સભ્યોની સુરક્ષા પરિષદમાં, આ પ્રસ્તાવના સમર્થનમાં રશિયાએ ભાગ લીધો ન હતો. હમાસે આ પ્રસ્તાવને આવકારતા કહ્યું કે, તે સમજૂતી સુધી પહોંચવા માટે મધ્યસ્થી સાથે કામ કરવા તૈયાર છે.  

    ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન, 10 જૂનના રોજ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી યુદ્ધવિરામ યોજનાને સમર્થન અપાયું અને તેના પ્રસ્તાવને મંજૂરી અપાઈ. આ પ્રસ્તાવ અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેને 14-0થી પસાર કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન રશિયા હાજર નહોતું. અમેરિકાનું કહેવું છે કે આ પ્રસ્તાવથી સંઘર્ષનો કાયમ માટે અંત આવશે.

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, ઇઝરાયલે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.  હમાસે કહ્યું કે, તેઓ પ્રસ્તાવના સિદ્ધાંતોને લાગુ કરવા માટે મધ્યસ્થી સાથે સહકાર આપવા તૈયાર છે. હમાસ સુરક્ષા પરિષદના પ્રસ્તાવમાં સમાવિષ્ટ તમામ બાબતોને આવકારે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-10-2024 Max Temp : °C Min Temp : °C
apply