Skip to main content
Settings Settings for Dark

ગ્રીસના એંથેંસના ઉત્તરમાં બે ટ્રેન વચ્ચે અકસ્માત, 26 ના મોત અને 85 ઘાયલ

Live TV

X
  • આ ભીષણ અકસ્માતમાં ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

    ગ્રીસના એંથેંસના ઉત્તરમાં બે ટ્રેન ટકરાવાથી ભીષણ અકસ્માત થયો છે. આ ભીષણ દુર્ઘટનામાં 26 લોકોના મૃત્યુ અને 85 લોકો ઘાયલ થયા છે. થિસલી ક્ષેત્રના ગવર્નક કોન્સ્ટેંટિનોસ એગોરાસ્ટોસ અનુસાર એથેંસથી થેસાલોનિકીના ઉત્તરીય શહેર જઈ રહેલ યાત્રી ટ્રેન અને થેસાલિનિકીથી લારિસા જઈ રહેલ માલગાડી અથડાઈ હતી. આ અકસ્માત મધ્ય ગ્રીસના લારિસા શહેર પાસે થયો હતો. એગોરાસ્ટોસે જણાવ્યું છે કે, આ ભીષણ અકસ્માતમાં ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને બે ડબ્બાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. લગભગ 250 યાત્રીકોને સુરક્ષિત બસથી થેસાલિનિકી પહોંચાડી દેવામાં આવ્યા છે, રાહત અને બચાવકર્મીઓ દ્વારા બચાવકાર્ય ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply