ચિલીમાં જંગલોમાં આગ લાગતાં 46ના મોત, 1100થી વધુ ઘરો બળીને ખાખ
Live TV
-
ચિલીમાં જંગલોમાં આગ લાગતાં 46 જેટલા લોકોના મોત થયા છે.મોતના આંકડા વધે તેવી આશંકા વ્યક્ત કરવામા આવી છે. જંગલમાં લાગેલી આગથી 1100થી વધુ ઘરો બળીને ખાખ થયા છે.
ચીલીના મધ્ય અને દક્ષિણ ક્ષેત્રના જંગલો આગની ઝપટમાં આવ્યા છે આ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાયું હતું. વાલપ્રાઈસો ક્ષેત્રમાં સૌથી ભીષણ આગ લાગી. સરકારે નાગરિકોને ઘરની અંદર સુરક્ષિત રહેવાની ચેતવણી આપી છે. કિલપુએ અને વિલાએલામારા વિસ્તારમાં બે વાર આગ લાગવાથી 8 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું છે.