ચીનથી આયાત થયેલી પ્રોડક્ટ્સ પર ટેક્સ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી: ડોનાલ્ડ ટ્રમ્પ
Live TV
-
ચીનથી અમેરિકા આવતી પ્રોડક્ટ્સ પર 50 અરબ ડોલરની કિંમતના સામાન પર 25 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ચીનથી આયાત થયેલી પ્રોડક્ટ્સ પર ટેક્સ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેના કારણે હવે ચીનથી અમેરિકા આવતી પ્રોડક્ટ્સ પર 50 અરબ ડોલરની કિંમતના સામાન પર 25 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. ટ્રમ્પના આ નિર્ણયને કારણે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક યુદ્ધની શક્યતાઓ વધી ગઇ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર બૌદ્ધિક સંપદાની ચોરી અને અયોગ્ય વેપાર વ્યવહાર કરવાનો આરોપ લગાવતા આ નિર્ણય લીધો છે. જો કે અમેરિકાના ઉદ્યોગ જગતે ટ્રમ્પના આ નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો છે અને જણાવ્યું છે, કે આ નિર્ણયને કારણે અમેરિકાના લોકો પર આર્થિક બોજ વધશે. ચીને ટ્રમ્પના આ નિર્ણયની પ્રતિક્રિયા આપતાં, અમેરિકાને જવાબી કાર્યવાહીની ધમકી આપી છે.