સેશેલ્સના રાષ્ટ્રપતિ 26 જૂને ભારતના પ્રવાસે
Live TV
-
ભારત અને સેશલ્સ વચ્ચે અસમ્પશન દ્વીપને લઈને સમજૂતી 2015માં થઈ હતી.
ભારત અને સેશલ્સ વચ્ચે પરિયોજના પર 2015માં સમજૂતી થઈ હતી. બંને દેશોએ આ વાતને ગુપ્ત રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ થોડાં દિવસ પહેલાં પરિયોજનાની જાણકારી લીક થઈ ગઈ હતી. જે બાદ સેશેલ્સના રાજકીય પક્ષોએ ફોરેનો વિરોધ શરૂ કરી દીધો હતો. ફોરે આ મહિને 26 તારીખે દ્વિપક્ષીય વાર્તા માટે ભારતની મુલાકાતે આવવાના છે. 4 જૂને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફોરેએ કહ્યું હતું કે સેશેલ્સ પોતે જ અસમ્પશન દ્વીપ પર સૈન્ય સુવિધાઓનો વિકાસ કરશે. તેઓએ 2019ના બજેટમાં અસમ્પશનમાં કોસ્ટગાર્ડ સેવા શરૂ કરવા માટે ફંડ્સ આપવાની વાત પણ કરી હતી. આ કોન્ફરન્સમાં ફોરેએ કહ્યું હતું કે તે ભારતની યાત્રા દરમિયાન શીર્ષ નેતૃત્વ સાથે આ અંગે ચર્ચા કરશે. જો કે વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
ભારત લાંબા સમયથી સેશેલ્સની રાજધાની માહેના દક્ષિણ-પશ્ચિમમાં રહેલાં અસમ્પશન દ્વીપમાં નૌસૈનિક બેઝ તૈયાર કરવા માંગે છે. ભારત અને સેશલ્સ વચ્ચે અસમ્પશન દ્વીપને લઈને સમજૂતી 2015માં થઈ હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ સત્તાવાર રીતે સેશેલ્સ પહોંચ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં બંને દેશોએ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.