Skip to main content
Settings Settings for Dark

ચીનમાં કોરોના વાયરસના 46 નવા કેસ સામે આવ્યા 

Live TV

X
  • ચીનમાં covid19 ના લીધે  3 લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક 3339 એ પહોચ્યો  

    પૂરી દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ છે ત્યારે ચીનમાં 46 નવા કોરોના દર્દીઓની તપાસ સાથે દેશમાં કોવિડ -19 થી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 81953 થઈ ગઈ છે. ચીનમાં કોરોના વાઇરસ ફરી પાછા ફરવાના એંધાણ છે, સરકાર કોવિડ -19 ની સારવાર બાદ સાજા કરાયેલા લોકોની ફરીથી તપાસ કરી રહી છે. 

    ચીનમાં લાંબા સમયના લોકડાઉન બાદ કોરોનાવાઇરસનો દર નીચે આવ્યો હતો. ચીનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે કોરોના લક્ષણોવાળા 46 દર્દીઓ નોંધાયા છે. આમાં 14 લોકોનો સમાવેશ છે જે બીજા દેશથી ચીન પરત ફર્યા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે બે મહિનાથી વધુ સમય સુધી કોરોના વાયરસ સામે લડ્યા બાદ સામાન્ય કામગીરી અને ઉત્પાદન ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરતાં કાર્યસ્થળો પર કડક સલામતી દેખરેખનો આદેશ આપ્યો છે.
     
    કોરોના વાયરસના લીધે ચીનમાં વધુ 3 લોકોના મૃત્યુ થયા છે, આ સાથે ચીનમાં covid-19 ના લીધે થનાર મૃત્યુઆંક 3339 એ પહોચ્યો હતો 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply