Skip to main content
Settings Settings for Dark

ચીનમાં મોટી સંખ્યામાં બાળકો શ્વસન સંબંધિત બિમારીની ચપેટમાં, WHOએ ચીન પાસેથી માંગ્યો રિપોર્ટ

Live TV

X
  • કોરોના પ્રતિબંધમાં રાહત આપવામાં આવતા શ્વસન સંબંધિત બિમારીમાં વૃદ્ધિ થઈ રહી છે.

    ચીનમાં મોટી સંખ્યામાં બાળકો શ્વસન સંબંધિત બિમારીની ચપેટમાં આવી રહ્યા છે. આ કારણોસર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીન પાસેથી બાળકોમાં શ્વસન સંબંધિત બિમારીઓમાં વૃદ્ધિ થવા બાબતે અને ન્યુમોનિયા ક્લસ્ટરના કેસમાં વધારો થતા રિપોર્ટ માંગ્યો છે. ચીને આ રિપોર્ટનો જવાબ આપતા જણાવ્યું છે કે, આ એક રૂટીન ચેકઅપ છે. મોટાભાગે બાળકો આ બિમારીની ચપેટમાં આવી રહ્યા છે. અનેક દેશોમાં કોરોના પ્રતિબંધમાં રાહત આપવામાં આવતા શ્વસન સંબંધિત બિમારીમાં વૃદ્ધિ થઈ રહી છે.

    WHOએ 13 નવેમ્બરના રોજ એક પ્રેસન કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં ચીનમાં ફેલાઈ રહેલ શ્વસન સંબંધિત બિમારી વિશે જાણકારી આપવામાં આવી છે. આ શ્વસન સંબંધિત બિમારીના કોઈ નિશ્ચિત લક્ષણ નોંધાયા નથી. આ બિમારીમાં બાળકોના શરીરના તાપમાનમાં વધારો થાય છે. WHOએ આ બિમારીથી પીડિત બાળકોમાં ઈન્ફ્લુએન્ઝા, સાર્સ કોવ-2, માઈક્રોપ્લાઝ્મા ન્યુમોનિયા અંગેની માહિતી માગી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply