યુદ્ધ વિરામ બાદ પહેલીવાર હમાસે 13 ઈઝરાયલી, 10 થાઈલેન્ડ અને એક ફિલિસ્તિનના નાગરીક સહિત કુલ 24 બંધકોને છોડ્યા
Live TV
-
યુદ્ધ વિરામની સંધી બાદ છોડવામાં આવેલા બંધંકોને ઈન્ટરનેશનલ રેડ ક્રોસને સોપવામાં આવ્યા છે
ઈઝરાયલ-હમાસ યુદ્ધ 49 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં કાલે સંધર્ષ વિરામ લાગૂ થયા બાદ હમાસે પહેલીવાર 24 બંધંકોને છોડ્યા છે.આ 24 બંધકોમાં 13 ઈઝરાયલી, 10 થાઈલેન્ડ અને એક ફિલિસ્તિનનો નાગરિક છે.ઉલ્લેખનીય છે કે શરતોનુસાર બંને દેશ ચાર દિવસ માટે સંઘર્ષ રોકવા સહમત થયા છે. છોડવામાં આવેલા બંધંકોને ઈન્ટરનેશનલ રેડ ક્રોસને સોપવામાં આવ્યા છે.જે બાદ ઈઝરાયલને સોંપવામાં આવ્યા. થાઈલેન્ડ અને ફિલિસ્તિનના નાગરિકોને સંઘર્ષ વિરામમાં થયેલા સમજોતાના આધારે ઈઝરાયલને સોંપવામાં આવ્યા નથી. આ સંઘર્ષ વિરામ દરમિયાન ચાર દિવસમાં કુલ 50 બંધંકોને છોડવામાં આવશે. આ અંગે ઈઝરાયલના પ્રધાનમંત્રી નૈત્નયાહુએ કહ્યું કે બંધંકોને છોડાવવાએ અમારી પહેલી પ્રાથમીકતા છે.
