જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર હથિયારધારી વ્યક્તિએ કર્યો ગોળીબાર
Live TV
-
જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર હથિયારધારી વ્યક્તિએ કર્યો ગોળીબાર
જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર ફાયરિંગની એક ઘટના સામે આવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે એક હથિયારધારી વ્યક્તિ હેમ્બર્ગ એરપોર્ટમાં ઘૂસ્યો હતો. આ દરમિયાન તેણે હવામાં બે વખત ફાયરિંગ કર્યું હતું. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોલીસ પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે શનિવાર સાંજે એક હથિયારધારી વ્યક્તિ હેમ્બર્ગ એરપોર્ટમાં ઘૂસ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ એરપોર્ટ પરની હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. ફ્લાઈટ્સની લેન્ડિંગ અને ટેકઓફ સેવાઓ હાલમાં બંધ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી.
