Skip to main content
Settings Settings for Dark

જળવાયુ પરિવર્તન, આતંકવાદ અને આત્મકેન્દ્રિત થવુ એ વિશ્વના સૌથી મોટા પડકારો - PM

Live TV

X
  • વડાપ્રધાન મોદીએ દુનિયાના વાદ-વિવાદો ઉકેલવા શાસ્ત્રો, ઉપનિષદ, ગૌતમ બુદ્ધ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોનો સહારો લીધો હતો. તેમણે દુનિયાને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રીત કરવાનું આહ્વાન કરતા સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને શાંતિ માટે ભારત આવવા કહ્યું હતું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની 48મી વાર્ષિક બેઠકને સંબોધિત કરતા દુનિયા સમક્ષ ત્રણ સૌથી મોટા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો. ક્લાઈમેટ ચેન્જ, આતંકવાદ અને સંરક્ષણવાદને દુનિયા સામે સૌથી મોટા પડકાર ગણાવતા વડાપ્રધાને કોઈનું નામ લીધા વગર દુનિયાની મહાશક્તિઓને દર્પણ દેખાડ્યું હતું. તેમણે સારા અને ખરાબ આતંકવાદને લઈને અમેરિકા અને પશ્ચિમ દેશોને નિશાને લીધા તો સંરક્ષણવાદને લઈને પણ ટિપ્પણી કરી હતી. ભારત દુનિયાના અન્ય દેશોની જમીન હડપવાના ઈરાદાઓ ન ધરાવતું હોવાનું કહી ચીન પર આડકતરો ઈશારો કર્યો હતો.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1997માં ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાની દાવોસ યાત્રાને યાદ કરતા કહ્યું હતું કે, તે વર્ષે ભારતની GDP 400 બિલિયન ડોલરથી થોડીક જ વધારે હતી જે બે દાયકા બાદ ડબલ થઈ ગઈ છે. તે વર્ષે ફોરમનો વિષય હતો ‘બિલ્ડિંગ ધ નેટવર્ક સોસાયટી’ આજે 21 વર્ષ બાદ 1997 દરમિયાનનો વિષય સદીઓ જુનો લાગે છે. આમે આપણે માત્ર નેટવર્ક સોસાયટી નહીં પરંતુ, બિગ ડેટા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતી સોસાયટીમાં જીવીએ છીએ. તે સમયે યૂરો મુદ્રા ન હતી, ન તો બ્રેક્ઝિટનો અણસાર. તે સમયે ખુબ જ ઓછા લોકોએ ઓસામા બિન લાદેનનું નામ સાંભળ્યું હતું અને હેરી પોટરનું પણ નામ નહોતું સાંભળ્યું. તે સમયે તમે જો સાઈબરની દુનિયામાં એમેઝોન શબ્દ સર્ચ કરો તો તમને નદીઓ અને જંગલોની જાણકારી મળતી. તે સમયે ટ્વિટ ચકલીઓનું કામ હતું મનુષ્યનું નહીં. તે ગત શતાબ્દી હતી. તે જમાનામાં પણ દાવોસ પોતાના સમય કરતા ઘણું આગળ હતું અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું પરિચાલક દાવોસ આજે પણ સમયથી આગળ ચાલે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે ફોરમનો વિષય છે – creating a share future in a fractured world એટલે કે તિરાડોથી ભરેલા વિશ્વમાં સહયોગી ભવિષ્યનું નિર્માણ. નવા-નવા પરિવર્તનોથી નવી-નવી શક્તિઓથી આર્થિક ક્ષમતા અને રાજનૈતિક શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું છે. તેનાથી વિશ્વના સ્વરૂપમાં દૂરોગામી પરિવર્તનોનું પ્રતિબિંબ દેખાય છે. દુનિયા સમક્ષ શાંતિ-સ્થિરતા અને સુરક્ષાને લઈને અનેક ગંભીર પડકારો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply