આજે દાઓસમાં વિશ્વ આર્થિક મંચની બેઠકને સંબોધિત કરશે PM
Live TV
-
આ મંચમાં ભારતની વધતી આર્થિક તાકાત , વિશ્વને જોવા મળશે. આ મંચ પર , બે દાયકા પછી ભારતના પ્રધાનમંત્રીની બેઠક થઈ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , આજે દાઓસમાં વિશ્વ આર્થિક મંચની બેઠકને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી બેઠકના પૂર્ણ સત્રને સંબોધન કરનારા ,, પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. આ મંચમાં ભારતની વધતી આર્થિક તાકાત , વિશ્વને જોવા મળશે. આ મંચ પર , બે દાયકા પછી ભારતના પ્રધાનમંત્રીની બેઠક થઈ રહી છે. આ ખાસ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીની સાથે , અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટુડો, બ્રાઝીલના રાષ્ટ્રપતિ મિશેલ ટેમર , અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતાન્યાહુએની સાથે સાથે , કેટલાંક દેશોના પ્રમુખ સામેલ રહેશે. બેઠકમાં શિક્ષા અને સીવીલ સોસાયટીના લગભગ 3,000 લોકો ભાગ લેશે. પીએમ મોદીએ બેઠક પૂર્વ રાત્રી ભોજન દરમિયાન , દાવોસમાં છ કેબિનેટ મંત્રી, બે મુખ્યમંત્રી, વિશ્વના 100થી વધુ સીઈઓ સાથે , ભવિષ્યમાં ભારતના આર્થિક વિઝનને રજૂ કર્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કાળા નાણાં પર તવાઈ લાવવા , નવા ઉપાયો અંગે પણ ચર્ચા કરી હતી.