સ્વિટ્ઝર્લેન્ડ ના ડાવોસ ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
સ્વિટ્ઝર્લેન્ડ ના ડાવોસ ખાતે 48 માં વિશ્વ આર્થિક ફોરમ ની બેઠક માં ભાગ લેવા માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એક ઉચ્ચ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે આજે પહોંચી ગયા છે
સ્વિટ્ઝર્લેન્ડ ના ડાવોસ ખાતે 48 માં વિશ્વ આર્થિક ફોરમ ની બેઠક માં ભાગ લેવા માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એક ઉચ્ચ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે આજે પહોંચી ગયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડાવોસ માં વિશ્વભરના દેશો સાથે ભારત ના ભવિષ્ય ના સંબધો મજબુત કરવા માટે આતુર છું. ફોરમ ની બેઠક નો મુખ્ય વિષય વિભાજીત વિશ્વના તમામ દેશોની સહભાગિતા સાથે ભવિષ્ય નું નિર્માણ જે અત્યંત વિચાર શીલ વિષય છે. આ માટે વર્તમાન અંતરાષ્ટ્રીય વ્યવસ્થા અને વૈશ્વિક શાસન તંત્ર ના પડકારો સામે નેતાઓ સરકારો નીતિના ઘડવૈયાઓ કોર્પોરેટ જગત અને નાગરિક સમાજે ગંભીરતા થી ધ્યાન આપવું પડશે. ડાવોસ માં તેઓ સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ અને સ્વીડન ના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અંત માં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું ,કે, આ દ્વિપક્ષીય બેઠક ફળદાયી રહેશે અને આ દેશો સાથેના ભારત ના આર્થિક સહકાર અને સંબઘો મજબૂત થશે.