Skip to main content
Settings Settings for Dark

જાપાનના 600 વર્ષ જૂના 'શુરી' કિલ્લામા લાગી આગ 

Live TV

X
  • જાપાનની 600 વર્ષ જુની હેરિટેજ સાઇટમાં ભીષણ આગ, સમગ્ર કિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ખાક

    જાપાનમાં 600 વર્ષ જૂની હેરિટેજ સાઇટ જેને શુરી કાસલ(કિલ્લો) કહેવાય છે તેમાં ભયંકર આગ લાગતા તેનો મોટાભાગનો વિસ્તાર બળી ગયો છે. મોડી રાત્રે 2.40ની આસપાસ અગ્નિશામક દળને આગને લગતો કોલ આવ્યો હતો. આ કિલ્લો ઓકિનાવાની રાજધાની નાહામાં છે. આ સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પણ છે અને તે 14મી સદીના રુયુક્યુ સામ્રાજ્યનું કેન્દ્ર હતો. આગ લાગ્યા બાદ આસાપાસની લાકડાની ઇમારતોમાં તે ફેલાઇ હતી.

    ત્યાંના 84 વર્ષીય સ્થાનિક ટોમોકો મિયાઝાટોએ કહ્યું કે આ કિલ્લો તેમના માટે ભગવાન સ્વરૂપ છે. આગના કારણે મુખ્ય હોલના બીમ લાલચોળ થઇ ગયા હતા. ગુરુવારે ફાટેલી આગને ઓલવવામાં ફાયરફાઇટર્સ જોતરાઇ ગયા છે. મોટી સંખ્યામાં ફાયરટ્રક ઘટનાસ્થળે છે. હજુ તેમાં કોઇ ઇજાગ્રસ્ત છે કે નહીં તેની માહિતી જાહેર થઇ નથી. ઓકીનાવાના પોલીસ પ્રવક્તા ર્યો કોચીના કહેવા પ્રમાણે આસાપાસના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી આગનું કારણ જાણી શકાયું નથી પરંતુ સિક્યોરિટી કંપનીનું અલાર્મ રાત્રે 2.30વાગ્યે ગૂંજ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply