પાકિસ્તાનમાં ટ્રેનમાં આગ લાગવાથી 65 લોકોનાં મોત
Live TV
-
પાકિસ્તાનમાં કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં આગ લાગી હતી. આ ઘટનામાં 65 લોકોનાં મોત નીપજ્યાં અને ઘણા લોકો ઘાયલ થયા. આ ઘટના રહીમ યાર ખાન નજીક લિયાકતપુરમાં બની હતી.
પાકિસ્તાનમાં ગુરુવારે કરાચી-રાલલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી. આ ઘટના પંજાબ પ્રાંતના દક્ષિણમાં રહીમ યાર ખાનની પાસે થઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, ખાવાનું રાંધવા માટે વાપરવામાં આવતા ગેસ કનેકટરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ત્રણ કોચમાં આગ લાગી છે. આ ઘટનામાં અત્યાર સુધી 65 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રેલવે મંત્રી શેખ રશિદે કહ્યું કે સિલિન્ડર ફાટ્યા બાદ ત્રણ ડબ્બામાં આગ ફેલાઈ હતી. મોટા ભાગના મોત ચાલુ ટ્રેનમાંથી જીવ બચાવવા કૂદવાને કારણે થયા છે. સેનાના હેલિકોપ્ટરને પણ રેસ્કયુમાં લગાવવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને લિયાકતપુર હોસ્પિટલ અને ગંભીર સ્થિતિવાળાને હેલિકોપ્ટરથી મુલ્તાન મોકલવામાં આવી રહ્યાં છે.
