Skip to main content
Settings Settings for Dark

જાપાનમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, વેનેઝુએલામાં ડબલ આંચકાથી તબાહીની આશંકા

Live TV

X
  • જાપાન અને વેનેઝુએલાના કેટલાક વિસ્તારો ગુરુવારે(25 જૂન) સવારે જોરદાર ભૂકંપના આંચકાઓથી હચમચી ઉઠ્યા છે. જેમાં જાપાનના ઉત્તર-પૂર્વીય ભાગમાં 6.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે, જ્યારે વેનેઝુએલામાં માત્ર થોડી મિનિટોના અંતરે બે મોટા ભૂકંપ આવતા ભારે તબાહીની આશંકા સેવાઈ રહી છે.

    જાપાન: ભૂકંપનો કેન્દ્રબિંદુ ઇવાતે પ્રાંત
    જાપાન હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 7:30 વાગ્યે ઇવાતે પ્રાંતના પ્રશાંત તટ પાસે ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી 50 કિ.મી. નીચે હતું. સદનસીબે, સત્તાવાળાઓએ સુનામીનું કોઈ જોખમ ન હોવાનું જણાવ્યું છે.

    એજન્સીના રિપોર્ટ મુજબ, જાપાનના 7-સ્તરીય તીવ્રતા પર આઓમોરી પ્રાંતના હાશિકામીમાં 'અપર 6' અને હાચિનોહેમાં 'લોઅર 6' તીવ્રતા નોંધાઈ હતી. આ ઉપરાંત, મોરિઓકા અને અન્ય વિસ્તારોમાં 'અપર 5'ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા પ્રચંડ હતા કે ટોક્યો સહિત આસપાસના વિસ્તારો પણ ધ્રૂજી ઉઠ્યા હતા. એજન્સીએ ચેતવણી આપી હતી કે 'અપર 6'ની તીવ્રતા દરમિયાન લોકોનું ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે અને ફર્નિચર ખસી શકે છે અથવા પડી શકે છે. સુરક્ષાના ભાગરૂપે તોહોકુ શિનકાનસેન બુલેટ ટ્રેનની સેવાઓ પણ કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી હતી.

    વેનેઝુએલા: એક મિનિટમાં બે મોટા આંચકા
    બીજી તરફ વેનેઝુએલામાં સ્થિતિ વધુ ગંભીર જણાય છે. અમેરિકન જીઓલોજિકલ સર્વે (USGS) મુજબ, કારાકસથી 160 કિમી દૂર સ્થિત મોરોન શહેર પાસે એક મિનિટના અંતરે 7.1 અને 7.5ની તીવ્રતાના બે જોરદાર ભૂકંપ આવ્યા હતા.

    આ બંને ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 10 કિમીની ઊંડાઈએ હોવાથી તબાહીનું જોખમ અનેકગણું વધી ગયું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, કારાકસમાં અનેક ઇમારતો ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે જાન-માલના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply