Skip to main content
Settings Settings for Dark

જાપાનમાં 7.7ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ

Live TV

X
  • જાપાનમાં 7.7ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ: દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર

    જાપાનમાં સોમવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.7 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પ્રશાંત મહાસાગરમાં જમીનથી અંદાજે 20 કિમીની ઊંડાઈએ હતું. સ્થાનિક સમય અનુસાર સાંજે 4:53 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

    સુનામીની હાઈ-એલર્ટ

    ભૂકંપ બાદ જાપાનની હવામાન વિભાગની એજન્સી (JMA) એ તાત્કાલિક અસરથી દેશના તટીય વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. જાપાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 મીટર (અંદાજે 10 ફૂટ) સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા જારી કરવામાં આવેલી આ ચેતવણી બીજા સૌથી ઉચ્ચ સ્તરની (High-level warning) છે, જે સુનામીના જોખમની ગંભીરતા સૂચવે છે.

    તંત્રની અપીલ

    જાપાન સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત અને ઊંચાઈવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. બુલેટ ટ્રેન સેવાઓ હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે અને અણુ ઊર્જા મથકોની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
apply