જાપાન : ઈશિકાવા વિસ્તારમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે 48ના મોત, લોકોને હજુ સુધી પોતાના ઘરે પાછા ન જવાની સલાહ
Live TV
-
ગઈકાલે મધ્ય જાપાનના ઈશિકાવા ક્ષેત્રમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં ઓછામાં ઓછા 48 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. દુર્ઘટનામાં બચેલા લોકોની શોધ ચાલુ છે. 7.6ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર જાપાનના ઈશિકાવા પ્રીફેક્ચરના નોટોમાં હતું.
જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ જણાવ્યું હતું કે, સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય માટે સેલ્ફ ડિફેન્સ ફોર્સ યુનિટ્સ મોકલ્યા છે અને ત્યાં સહાય ચાલુ રહેશે.
ગઈકાલે ઈશીકાવા પ્રીફેક્ચરના નોટો પેનિન્સુલામાં કેટલાય મજબૂત ધરતીકંપો આવ્યા હતા, જેમાં સૌથી મોટામાંના એકની તીવ્રતા 7.6 હતી. જાપાનની હવામાન એજન્સીએ તેને 'નોટો પેનિન્સુલા અર્થક્વેક ઓફ 2024' નામ આપ્યું છે. જાપાનમાં ગઈકાલથી અત્યાર સુધીમાં 155 ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જાપાનમાં ભારતીય દૂતાવાસે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે અને ભારતીય નાગરિકો માટે નીચે પ્રમાણે ઇમરજન્સી ફોન નંબર અને ઈમેલ આઈડી જાહેર કર્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતીય દૂતાવાસ ત્યાંના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. તેમણે લોકોને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.