નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં શ્રમ કાયદાના ઉલ્લંઘનના આરોપમાં 6 મહિનાની જેલની સજા
Live TV
-
નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી ડૉ. મોહમ્મદ યુનુસને સોમવારે બાંગ્લાદેશમાં શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા બાદ છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે . ડૉ.યુનુસ પર ગ્રામીણ ટેલિકોમ કંપનીમાં લેબર વેલ્ફેર ફંડ ન બનાવવાનો આરોપ હતો. જોકે તમામને પાંચ હજારના બોન્ડ પર એક માસના જામીન આપવામાં આવ્યા હતા.
આ સજા બાદ યુનુસના સમર્થકોએ આ નિર્ણયને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે. 83 વર્ષીય અર્થશાસ્ત્રીને તેમના ગરીબી વિરોધી અભિયાન માટે 2006માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. લેબર કોર્ટ III ના ન્યાયાધીશ શેખ મરિના સુલ્તાનાએ ગ્રામીણ ટેલિકોમના ચેરમેન યુનુસ અને તેમની કંપનીના ત્રણ અધિકારીઓને કાયદાના ઉલ્લંઘન માટે દોષિત ઠેરવ્યા બાદ છ મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી. જસ્ટિસ મેરિનાએ યુનુસ સહિત તમામ ગુનેગારો પર 25 હજાર ટાકા (લગભગ 18 હજાર રૂપિયા)નો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો તમામને વધુ 10 દિવસની કેદની સજા ભોગવવી પડશે. ચુકાદો જાહેર થયા બાદ તરત જ યુનુસ અને તેના સહયોગીઓએ જામીનની માંગણી કરી હતી.
જસ્ટિસ મેરિનાએ દરેકને પાંચ હજાર ટાકા (અંદાજે 3700 રૂપિયા)ના બોન્ડ પર એક મહિનાના જામીન આપ્યા. કાયદા અનુસાર આ ચાર લોકો આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. ગયા મહિને કોર્ટની સુનાવણી પછી, યુનુસે ગ્રામીણ ટેલિકોમ સહિત બાંગ્લાદેશમાં સ્થાપેલી 50 થી વધુ સામાજિક વ્યાપારી કંપનીઓમાંથી કોઈપણમાંથી નફો કરવાના દાવાને નકારી કાઢ્યો હતો.