ટેરરિઝમને પ્રમોટ કરતા 10 લાખ ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ
Live TV
-
સોશિયલ મીડિયાના ટ્વીટર હેન્ડલથી આતંકી ગતિવિધિઓ ચલાવતા સંદિગ્ધ 10 લાખ જેટલા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટ્વીટરે કહ્યું છે કે, ઑગસ્ટ 2015 અને ડિસેમ્બર 2017માં આ તમામ એકાઉન્ટ પરથી આતંકી ગતિવિધિઓ ચલાવાતી હતી.
રૉયટરના ટ્વીટર પર આ જાણકારી આપતા ટ્વીટ કરવામાં આવ્યું છે કે, આતંકી ઘટનાઓને વેગ આપતા આવા તમામ ખાતાઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠનો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી આતંકી ઘટનાઓને અંજામ આપતા હતા, આ સાથે જ આતંકી સંગઠનમાં જોડવા માટે યુવાઓના સંપર્કમાં રહેતા હતા.