ફેસબુકના ચીફ માર્ક ઝૂકરબર્ગે સ્વીકાર્યુ કે 8.70 કરોડ યુઝર્સનો ડેટા થયો લીક
Live TV
-
ફેસબુકના ચીફ માર્ક ઝૂકરબર્ગે સ્વીકાર્યુ કે 8.70 કરોડ યુઝર્સનો ડેટા થયો લીક
ફેસબુકના ચીફ માર્ક ઝૂકરબર્ગે બુધવારે કહ્યું કે, તેઓ આ સોશિયલ નેટવર્કનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી બેસ્ટ વ્યક્તિ છે. તેઓને વધુ એક અવસર મળવો જોઇએ. માર્કે ડેટા હેક થવા પર માફી પણ માંગી. બીજી તરફ કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઇક સ્ક્રોફરે સ્વીકાર્યુ કે, પોલિટિકલ કન્સલ્ટન્સી કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ 5 કરોડ નહીં, 8 કરોડ 70 લાખથી પણ વધુ ફેસબુક યૂઝર્સના ડેટાનો દુરૂપયોગ કર્યો હતો. જેમાંથી સૌથી વધુ સંખ્યા અમેરિકનોની છે.
ફેસબુક પર આ 5 બદલાવની તૈયારી
- ન્યૂઝ એજન્સી અનુસાર, કંપનીના ચીફ પ્રાઇવસી ઓફિસર એરિન એગને કહ્યું...
1) ફેસબુક પર પ્રાઇવસી સેટિંગ્સ અને મેન્યુને સરળ બનાવવામાં આવી રહ્યા છે, જેથી યૂઝર્સ તેમાં સરળતાથી બદલાવ કરી શકે.
2) પ્રાઇવસી શોર્ટકટ મેન્યુ પણ બનાવવામાં આવી રહ્યા છે, જેથી યૂઝર્સની પોતાના એકાઉન્ટ્સ અને પ્રાઇવેટ જાણકારીઓ પર પહેલેથી વધુ નિયંત્રણ રહેશે. તેઓ તેની સમીક્ષા કરી શકશે કે તેઓએ શું શૅર કર્યુ છે અને તેને ડિલીટ કરી શકશે.3) આ તમામ પોસ્ટ જેની ઉપર યૂઝર્સે રિએક્ટ કર્યુ છે, જે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે અને ફેસબુક પર જેના વિશે સર્ચ કર્યુ છે તેના રિવ્યુ કરી શકાય.
4) ફેસબુકની સાથે શૅર કરેલા ડેટાને પણ ડાઉનલોડ કરી શકાશે. તેમાં અપલોડ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ, કોન્ટેક્સ અને ટાઇમલાઇન પર મોજૂદ પોસ્ટને ડાઉનલોડ કરી શકાશે. તેને બીજાં સ્થળે શૅર કરવામાં પણ સુવિધા હશે.5) કંપની જણાવશે કે, યૂઝર્સે કેવા પ્રકારની જાણકારી લઇને રાખી છે અને તેનો શું ઉપયોગ થઇ રહ્યો છે.
6) ત્રીજાં પક્ષના એપ ડેવલપર્સ માટે ઉપલબ્ધ પ્રાઇવેટ ડેટાને પણ પ્રતિબંધિત કરવામાં આવી રહી છે.શું છે મામલો?
- અમેરિકા અને બ્રિટિશ મીડિયાએ ગયા મહિને દાવો કર્યો હતો કે, કેમ્બ્રિજ એનાલિટિકાએ 5 કરોડ ફેસબુક યૂઝર્સના ડેટાનો અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણીમાં ખોટો ઉપયોગ કર્યો હતો. 2016માં પ્રેસિડન્ટ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ કંપનીની સેવાઓ લીધી હતી.