Skip to main content
Settings Settings for Dark

ટ્રમ્પની મોટી જાહેરાત: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, 2000 કેદીઓ થશે મુક્ત

Live TV

X
  • રશિયાના 'વિક્ટ્રી ડે'ના સમારોહ દરમિયાન યુદ્ધ વિરામ રહેશે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ દિવસના યુદ્ધ વિરામ પર સહમતિ બની છે. ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, મને આ જાહેરાત કરતા ઘણી ખુશી થઈ રહી છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે 9, 10 અને 11 મે સુધી ત્રણ દિવસનો યુદ્ધ વિરામ રહેશે. રશિયાના 'વિક્ટ્રી ડે'ના સમારોહ દરમિયાન યુદ્ધ વિરામ રહેશે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યુક્રેને વિશેષ ભૂમિકા નિભાવી હતી. "રશિયામાં વિક્ટ્રી ડે મનાવવામાં આવે છે, જેમાં યુક્રેનનું પણ વિશેષ યોગદાન હતું, આ કારણોસર આ દિવસ તેમના માટે પણ જરૂરી છે."

    કેદીઓની થશે અદલાબદલી

    ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધમાં યુક્રેનની પણ મોટી ભૂમિકા હતી.  આ સમજૂતી હેઠળ બંને દેશો વચ્ચેની તમામ સૈન્ય કાર્યવાહી અમુક સમય માટે રોકી દેવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન લડાઈ કે હુમલા થશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે બંને દેશો કેદીઓની અદલાબદલી પર પણ સહમત થયા છે. રશિયા અને યુક્રેન એકબીજાના 1,000-1,000 કેદીઓને મુક્ત કરશે.

    ટ્રમ્પની સીધી પહેલ

    અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે, આ પહેલની શરૂઆત સીધી રીતે તેમણે જ કરી હતી. તેમણે કહ્યું, "આ વિનંતી મેં જાતે જ કરી હતી." આ સમજૂતીની શરતો સ્વીકારવા બદલ તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે જણાવ્યું, "રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી આ કરાર પર સહમત થયા તે બદલ હું તેમની ખૂબ પ્રશંસા કરું છું." તેમણે આ ઘટનાક્રમને યુદ્ધમાં એક મોટો વળાંક ગણાવ્યો અને આશા વ્યક્ત કરી કે આ લાંબા, ખતરનાક અને વિનાશક યુદ્ધના અંતની શરૂઆત સાબિત થશે.

    વિક્ટ્રી ડે 

    રશિયામાં 9 મે ના રોજ ઉજવવામાં આવતો 'વિક્ટ્રી ડે' એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય દિવસ છે. આ દિવસ બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મની પર સોવિયત સંઘના વિજયની યાદમાં ઉજવાય છે. યુક્રેન પણ આ યુદ્ધના વારસાને યાદ કરે છે, જોકે તાજેતરના વર્ષોમાં તેણે સોવિયત પ્રતીકોથી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply