Skip to main content
Settings Settings for Dark

હોર્મુઝમાં તણાવ વધ્યો: અમેરિકી જંગી જહાજો પર ઈરાની હુમલા બાદ ટ્રમ્પે ‘ડીલ’ સાઈન કરવાની આપી ચેતવણી

Live TV

X
  • હોર્મુઝની સામુદ્રધૂનીમાં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરના કિસ્સામાં ઈરાન દ્વારા અમેરિકાના ત્રણ અત્યાધુનિક ડિસ્ટ્રોયર્સ જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેની પુષ્ટિ ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે.

    ટ્રમ્પે ઈરાનને જલ્દીથી પરમાણુ કરાર (ડીલ) પર હસ્તાક્ષર કરવાની કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેઓ આમ નહીં કરે તો ભવિષ્યમાં વધુ હિંસક પરાજયનો સામનો કરવો પડશે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, "ત્રણ વર્લ્ડ ક્લાસ અમેરિકી ડિસ્ટ્રોયર્સ સફળતાપૂર્વક હોર્મુઝની સામુદ્રધૂનીમાંથી બહાર નીકળ્યા છે. ઈરાને ડ્રોન અને મિસાઈલો વડે હુમલો કર્યો હતો, પરંતુ અમે તેને હવામાં જ તોડી પાડ્યા હતા. ઈરાની હુમલાખોરોની અનેક નાની નૌકાઓ દરિયામાં ડૂબાડી દેવામાં આવી છે. આપણા જહાજો સુરક્ષિત છે, જ્યારે ઈરાની નેવીને ભારે નુકસાન થયું છે."ટ્રમ્પે અમેરિકી નૌકાદળના ઓપરેશનને 'વોલ ઓફ સ્ટીલ' (સ્ટીલની દીવાલ) ગણાવ્યું હતું. આ એક એવો મજબૂત લશ્કરી અવરોધ છે જે દુશ્મનના કોઈપણ હુમલાને રોકવા માટે સક્ષમ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, અમેરિકી સેનાએ ઈરાનના તે સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો જે વગર ઉશ્કેરણીએ અમેરિકી જહાજો પર હુમલા કરવા માટે જવાબદાર હતા.દરમિયાન, સંયુક્ત આરબ અમીરાત (UAE) ની નેશનલ ઈમરજન્સી ક્રાઈસીસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તેમનું એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલના જોખમોનો જવાબ આપી રહ્યું છે. નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply