ટ્રેડ વૉર : અમેરિકાએ ડ્યુટી લગાવી, ચીનએ પણ આપ્યો જવાબ
Live TV
-
ચીનએ અમેરિકી કંપનીઓ પર 25 ટકા ડ્યુટી લગાવવાની જાહેરાત, બન્ને દેશ વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વૉરથી વિશ્વના શેર બજારોને અસર
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરએ વધુ જોર પકડ્યું છે. ચીનએ અમેરિકી પ્રોડક્ટ્સ પર વધુ 25 ટકા ડ્યુટી લગાવવાની જાહેરાત કરી છે. ચીનમાં અમેરિકાની 106 જેટલી પ્રોડક્ટ્સ પર વધારે ડ્યુટી લગાવવામાં આવી છે, જેમાં સોયાબીન, કાર અને કેમિકલનો સમાવેશ થયો છે. આ સાથે જ પ્લાસ્ટિક, એગ્રી અને ઑટે સેક્ટર પર ડ્યુટી લગાવાઈ છે. ચીનમાં 500 કરોડ ડૉલરના યુએસ પ્રોડક્ટ્સ પર ડ્યુટી લાગતા વિશ્વના શેર બજારોને અસર થઇ છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ચીનમાંથી ઇમ્પોર્ટ થતી પ્રોડક્ટ્સ પર 5000 કરોડ ડૉલરના ટેક્સ લગાવ્યો હતો, જેમાં ચીનની 1300 જેટલી પ્રોડક્ટ્સ ટેક્સના દાયરામાં આવી ગઈ હતી, જેને કારણે બન્ને દેશ વચ્ચે ટ્રે઼ડ વૉર થઇ થઇ ગયું છે. બન્ને દેશ વચ્ચે શરૂ થયલે ટ્રે઼ડ વૉરને કારણે વિશ્વના શેર બજારોમાં પણ હાહાકાર મચી જવા પામ્યો છે અને શેરબજારો પણ તેની ઘણી અસર જોવા મળી રહી છે.