Skip to main content
Settings Settings for Dark

ડોનાલ્ડ ટ્રમ્પની યૂક્રેનને ધમકી: 'સમજૂતી કરો અથવા યુદ્ધ લડતા રહો'

Live TV

X
  • અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટેના પોતાના 28-પોઇન્ટ પીસ પ્લાન પર યૂક્રેન પાસેથી તાત્કાલિક નિર્ણય લેવાની અપીલ કરી છે. શુક્રવારે ઓવલ ઓફિસમાં થયેલી વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, યૂક્રેને આ પ્રસ્તાવ માનવો જ પડશે, કારણ કે સમય ઝડપથી વીતી રહ્યો છે.

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટેના પોતાના 28-પોઇન્ટ પીસ પ્લાન પર યૂક્રેન પાસેથી તાત્કાલિક નિર્ણય લેવાની અપીલ કરી છે. શુક્રવારે ઓવલ ઓફિસમાં થયેલી વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, યૂક્રેને આ પ્રસ્તાવ માનવો જ પડશે, કારણ કે સમય ઝડપથી વીતી રહ્યો છે. એક રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે યૂક્રેનના પ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કી આ યોજનાને લઈને ખાસ ઉત્સાહિત કેમ નથી, ત્યારે ટ્રમ્પે આ ટિપ્પણી પર જવાબ આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો યૂક્રેનને આ યોજના પસંદ નથી, તો તેઓ રશિયા સામે યુદ્ધ ચાલુ રાખી શકે છે. આગળ ટ્રમ્પે કહ્યું કે, યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈક સમાધાન પર પહોંચવું જ પડશે. ટ્રમ્પે આ વાત ન્યૂ યોર્ક સિટીના ભાવિ મેયર જોહરન મમદાની સાથેની મીટિંગ દરમિયાન કહી હતી.

    ઝેલન્સ્કીનું કડક વલણ અને ટ્રમ્પનું દબાણ

    બીજી બાજુ, શુક્રવારે ઝેલન્સ્કીએ પણ અમેરિકન પ્રસ્તાવ પર કડક વલણ અપનાવતા કહ્યું કે, તે એવી કોઈ સમજૂતી નહીં કરે જેનાથી તેમના દેશને દગો થયો હોય તેવું અનુભવાય. તેમની સરકારને લાગે છે કે 28 મુદ્દાનો આ દસ્તાવેજ રશિયાના પક્ષમાં વધારે ઝૂકેલો છે અને તેનાથી યૂક્રેનને મોટું નુકસાન થશે. ટ્રમ્પ, જે શરૂઆતથી જ આ યુદ્ધને જલદી સમાપ્ત કરીને પોતાની રાજદ્વારી જીત બતાવવાની કોશિશ કરી રહ્યા છે, હવે ઝડપથી દબાણ વધારતા દેખાય છે.

    તેમણે સ્પષ્ટ કર્યું છે કે યૂક્રેન પાસે વધુ સમય નથી. એક રેડિયો ઇન્ટરવ્યુમાં તેમણે થેન્ક્સગિવિંગ એટલે કે 27 નવેમ્બરની તારીખને યુદ્ધ યોજના પર યૂક્રેનના પ્રતિક્રિયા માટેની 'યોગ્ય ડેડલાઈન' જણાવતા કહ્યું કે, જો વસ્તુઓ આગળ વધતી દેખાઈ, તો સમય લંબાવવામાં પણ આવી શકે છે.

    ટ્રમ્પની ધમકીથી પુતિન ખુશ

    વ્લાદિમીર પુતિને મોસ્કોમાં પોતાની સુરક્ષા પરિષદના સભ્યોને સંબોધિત કરતા 28-સૂત્રીય યોજનાનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, "આ અંતિમ શાંતિ કરારનો આધાર બની શકે છે."

    યૂક્રેન માટે ડ્રાફ્ટમાં કડક નિર્ણયો:

    યૂક્રેનને પોતાના દેશના પૂર્વીય ભાગનો મોટો વિસ્તાર રશિયાને સોંપવો પડશે.

    યૂક્રેને પોતાની સેનાનું કદ પણ ઘણું ઓછું કરવું પડશે.

    યૂક્રેને એવો પણ વાયદો કરવો પડશે કે તે ભવિષ્યમાં નાટોમાં સામેલ નહીં થાય.

    જોકે યુરોપીયન લડાકુ વિમાનોને પોલેન્ડમાં તૈનાત કરવાનો વિકલ્પ રાખવામાં આવ્યો છે, પરંતુ યૂક્રેનને તે પશ્ચિમી શાંતિ સેના નહીં મળે જેની તે સતત માંગ કરી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply