G-20 શિખર સંમેલન: ભારત-ઓસ્ટ્રેલિયાએ વ્યૂહાત્મક ભાગીદારી પર કર્યું મંથન
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે શુક્રવારે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G-20 શિખર સંમેલન દરમિયાન મુલાકાત કરી. બંને નેતાઓએ 2020માં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી સંબંધોની પ્રગતિ પછી છેલ્લા પાંચ વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સહયોગના ગહન અને વિવિધતા પર સંતોષ વ્યક્ત કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે શુક્રવારે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G-20 શિખર સંમેલન દરમિયાન મુલાકાત કરી. જેમાં બંને નેતાઓએ 2020માં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી સંબંધોની પ્રગતિ પછી છેલ્લા પાંચ વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સહયોગના ગહન અને વિવિધતા પર સંતોષ વ્યક્ત કર્યો. વડાપ્રધાન અલ્બાનીઝે ભારતમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા પર પોતાની એકતા વ્યક્ત કરી. બંને નેતાઓએ આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ દરમિયાન બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી, જેમાં રાજકીય અને વ્યૂહાત્મક, રક્ષા અને સુરક્ષા, ઊર્જા, વેપાર અને રોકાણ, મહત્ત્વપૂર્ણ ખનીજ અને ટેકનોલોજી, તેમજ ગતિશીલતા ઉપરાંત શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોના મુદ્દે ચર્ચા કરાઈ.
વડાપ્રધાનોએ આપસી હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. બંને નેતાઓએ સ્વીકાર્યું કે ઉચ્ચ-સ્તરીય સંપર્કોની પુનરાવૃત્તિએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત ગતિ આપી છે અને ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંચાઈઓ પર લઈ જવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી. આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર લખ્યું કે: "ઓસ્ટ્રેલિયા અને ભારત ખૂબ સારા મિત્રો અને ભાગીદાર છે. ઓસ્ટ્રેલિયા-ભારત વેપાર, રક્ષા અને સુરક્ષાથી લઈને શિક્ષણ અને સ્વચ્છ ઊર્જા સુધી, આપણા સંબંધો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. G20 શિખર સંમેલન પહેલાં મારા મિત્ર વડાપ્રધાન મોદીને મળીને ખૂબ સારું લાગ્યું."
PM મોદી G-20 સમિટમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'G-20 લીડર્સ' સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં પહોંચેલા છે. PM મોદીએ 'એક્સ' પર માહિતી શેર કરતા લખ્યું કે, "G-20 શિખર સંમેલનથી સંબંધિત કાર્યક્રમો માટે જોહાનિસબર્ગ પહોંચી ગયો છું. મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિશ્વના નેતાઓ સાથે ઉપયોગી ચર્ચાની આશા છે. અમારું ધ્યાન સહયોગને મજબૂત કરવા, વિકાસ પ્રાથમિકતાઓને આગળ વધારવા અને બધા માટે સારું ભવિષ્ય સુનિશ્ચિત કરવા પર રહેશે." G-20 લીડર્સ' સમિટ વિકાસશીલ દેશોમાં આયોજિત થનારો સતત ચોથો G20 સમિટ હશે. જેમાં વડાપ્રધાન મોદી 'G-20' એજન્ડા પર ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરશે અને સમિટના ત્રણેય સત્રોમાં સંબોધિત કરે તેવી અપેક્ષા છે.
