ડોનાલ્ડ ટ્રમ્પનો ધડાકો: વેનેઝુએલાની માહિતી લીક કરનારો જેલના સળિયા પાછળ ધકેલાયો
Live TV
-
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં વેનેઝુએલા મુદ્દે બે મોટા ખુલાસા કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે વેનેઝુએલા સાથે જોડાયેલી ગુપ્ત માહિતી લીક કરનાર વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે અને હાલ તે જેલમાં છે. આ સાથે જ તેમણે વેનેઝુએલા સાથે સુધરી રહેલા સંબંધો તરફ ઈશારો કરતા કહ્યું કે અમેરિકાને ત્યાંથી ક્રૂડ ઓઈલનો મોટો જથ્થો મળ્યો છે.

'લીકર લાંબો સમય જેલમાં રહેશે'
ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું કે, "માહિતી લીક કરનાર મળી ગયો છે અને તે અત્યારે જેલમાં છે. તે કદાચ લાંબા સમય સુધી જેલમાં જ રહેશે." તેમણે આ કેસને અત્યંત ગંભીર ગણાવ્યો હતો. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે સત્તાવાળાઓ અન્ય શંકાસ્પદોની પણ તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ થઈ શકે છે. જોકે, ટ્રમ્પે ધરપકડ કરાયેલ વ્યક્તિના નામ કે તે કઈ એજન્સીમાં કામ કરતો હતો તેની વિગતો જાહેર કરી નથી.વેનેઝુએલા સાથે તેલનો સોદો અને મહત્વની મંત્રણા
જ્યારે પત્રકારોએ વેનેઝુએલા સાથેના તણાવપૂર્ણ સંબંધો અંગે પ્રશ્ન કર્યો, ત્યારે ટ્રમ્પે દાવો કર્યો કે પરિસ્થિતિ સુધરી રહી છે. તેમણે કહ્યું, "તેમણે (વેનેઝુએલાએ) અમને 5 કરોડ બેરલ તેલ આપ્યું છે."ટ્રમ્પે એમ પણ ખુલાસો કર્યો કે તેમણે વેનેઝુએલાના એક ઉચ્ચ અધિકારી સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે. તેમણે કહ્યું કે, "મેં આજે સવારે જ વેનેઝુએલાના નંબર વન વ્યક્તિ સાથે વાત કરી છે, તે એક શાનદાર મહિલા છે. અમે ઘણી બાબતો પર ચર્ચા કરી છે અને અમને લાગે છે કે અમે વેનેઝુએલા સાથે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ." આ મંત્રણામાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ સામેલ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ટ્રમ્પના આ નિવેદનથી સંકેત મળી રહ્યા છે કે અમેરિકા હવે વેનેઝુએલા પરના પ્રતિબંધો હળવા કરી શકે છે અથવા તેલના બદલામાં કોઈ નવી સમજૂતી તરફ આગળ વધી રહ્યું છે.