Skip to main content
Settings Settings for Dark

તુર્કીના એયરોસ્પેસ હેડક્વાર્ટર ઉપર આતંકી હુમલો કરવામાં આવ્યો, 5 લોકોના મોત

Live TV

X
  • જોકે હુમલાનું ચોક્કસ કારણ અને પ્રકૃતિ હજુ સ્પષ્ટ નથી

    તાજેતરમાં તુર્કીની રાજધાની અંકારામાં થયેલા એક મોટા આતંકવાદી હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે. તુર્કીના ગૃહમંત્રીનું કહેવું છે કે તુર્કીની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની TUSAS ના પરિસર પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાઓમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. જોકે, અલી યેર્લિકાયાએ રાજધાનીની બહાર સ્થિત તુર્કિયે એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પર થયેલા હુમલા અંગે વધુ માહિતી આપી ન હતી.

    હુમલાખોરોનું એક જૂથ ટેક્સીમાં કમ્પાઉન્ડમાં પહોંચતા દેખાયું

    તુર્કી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ અંકારા કહરામાનકાઝાન સુવિધાઓ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક મેયરે એક સ્થાનિક ટીવીને જણાવ્યું કે હુમલામાં 4 લોકોના મોત થયા છે અને 14 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે આ ઘટનાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં હુમલાખોરો ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. ગોળીબાર TUSAS સુવિધામાં મોટા વિસ્ફોટ પછી થયો હતો. સ્થાનિક મીડિયા દ્વારા પ્રસારિત કરાયેલા સુરક્ષા ફૂટેજમાં હુમલાખોરોનું એક જૂથ ટેક્સીમાં કમ્પાઉન્ડમાં પહોંચતા દેખાતું હતું. 

    જોકે હુમલાનું ચોક્કસ કારણ અને પ્રકૃતિ હજુ સ્પષ્ટ નથી

    એક હુમલાખોરે હુમલામાં બોમ્બ વિસ્ફોટ કર્યો અને ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે જેઓ એસોલ્ટ રાઇફલ્સ લઈને આવ્યા હતા. તે ઉપરાંત પરિસરની અંદર રહેલા કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. જોકે હુમલાનું ચોક્કસ કારણ અને પ્રકૃતિ હજુ સ્પષ્ટ નથી. કેટલાક મીડિયા અહેવાલોએ અનુમાન લગાવ્યું છે કે તે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હોઈ શકે છે. તુર્કીની સરકારી એજન્સી અનાદોલુ અનુસાર સુરક્ષા દળો, એમ્બ્યુલન્સ અને અગ્નિશામકો સહિતની ઈમરજન્સી સેવાઓને ઘટના સ્થળે મોકલવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
apply