PM Modi અને શી જિનપિંગે વચ્ચે 16 માં બ્રિક્સ સંમેલનમાં ઉચ્ચસ્તરે બેઠક યોજાઈ
Live TV
-
શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ
PM Modi અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની 23 ઓક્ટોબરના રોજ 16મી બ્રિક્સ સમિટમાં દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. PM Modi અને શી જિનપિંગે પૂર્વી લદ્દાખમાં નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ અને સૈનિકો અંગેના ભારત-ચીન કરારને સમર્થન આપ્યું હતું. બંને નેતાઓએ આ સંબંધમાં વિવિધ દ્વિપક્ષીય સંવાદ મિકેનિઝમ્સને પુનઃસ્થાપિત કરવા માટે સૂચનાઓ જારી કરી હતી. જે 2020 સૈન્ય અથડામણથી પ્રભાવિત સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસો સૂચવે છે.
બંને દેશો વચ્ચે ટોચના સ્તરે આ પ્રથમ બેઠક હતી
બ્રિક્સ સમિટની સાથે જ PM Modi અને જિનપિંગની વાતચીત લગભગ 50 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠકમાં PM Modi એ મતભેદો અને વિવાદોને યોગ્ય રીતે હેન્ડલ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પરસ્પર વિશ્વાસ, પરસ્પર સન્માન અને પરસ્પર સંવેદનશીલતા સંબંધોનો આધાર રહેવો જોઈએ. PM Modi અને શી જિનપિંગે લગભગ પાંચ વર્ષમાં તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠકમાં સરહદ મુદ્દા ઉપર અટકી ગયેલી વિશેષ પ્રતિનિધિઓની વાટાઘાટોને વહેલી તકે પુનઃપ્રારંભ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે તે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 2020 માં પૂર્વીય લદ્દાખ સરહદ વિવાદ ઉભો થયા બાદ બંને દેશો વચ્ચે ટોચના સ્તરે આ પ્રથમ બેઠક હતી.
શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને નેતાઓએ વ્યૂહાત્મક અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યથી દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા, વ્યૂહાત્મક સંવાદને વધારવા અને વિકાસલક્ષી પડકારોનો સામનો કરવા માટે સહયોગની શોધ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. PM Modi અને શીએ વિશેષ પ્રતિનિધિઓને ટૂંક સમયમાં મળવા અને તેમના પ્રયાસો ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો. જોકે જૂન 2020 માં ગલવાન ખીણમાં ઘાતક અથડામણ પછી બંને એશિયન દેશો વચ્ચેના સંબંધોમાં તણાવપૂર્ણ બન્યા હતા. તો PM Modi એ તેમના પ્રારંભિક ભાષણમાં કહ્યું કે ભારત-ચીન સંબંધો માત્ર બંને દેશોના લોકો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વાટાઘાટોના આગળ સુનિશ્ચિત કરવાની આશા રાખીએ છીએ
ભારત અને ચીન વચ્ચે મંત્રણા ચાલુ રાખવા માટે ભારતના વિશેષ પ્રતિનિધિ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ છે. જ્યારે ચીન પક્ષનું નેતૃત્વ વિદેશ પ્રધાન વાંગ યી કરી રહ્યા છે. મિસ્ત્રીએ કહ્યું છે કે, ડિસેમ્બર 2019 થી વિશેષ પ્રતિનિધિઓના ફોર્મેટમાં કોઈ વાતચીત થઈ નથી. તેથી આજની મીટિંગ પછી અમે યોગ્ય તારીખે વિશેષ પ્રતિનિધિઓની વાટાઘાટોના આગળ સુનિશ્ચિત કરવાની આશા રાખીએ છીએ.