તુર્કીમાં ભૂકંપથી મૃત્યુ આંક 37 હજારને પાર
Live TV
-
તુર્કીમાં આવેલા આધુનિક ઈતિહાસના સૌથી ખતરનાક ભૂકંપથી ભારે તારાજી સર્જાઈ છે. ધરતીકંપ આવ્યાના એક અઠવાડિયા પછી પણ રેસ્ક્યુ ટીમોએ ઘણી ઈમારતોના કાટમાળ નીચેથી લોકોને જીવતા બહાર કાઢ્યાં છે.
એક અઠવાડિયા સુધી લોકો કાટમાળમાં દટાઈ રહ્યા બાદ જીવીત રહ્યા હોવાના બનાવ પણ સામે આવ્યા છે. આ દરમિયાન તુર્કીના સ્થાનિક અધિકારીઓની આલોચના પણ થઈ રહી છે, કારણ કે ઘણા લોકોને બચાવી શકવાની આશાઓ ધૂંધળી થઈ રહી છે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ભૂકંપથી લોકોનાં મોતનો આંકડો 37 હજારને પાર પહોંચી ગયો છે.
ભારત તરફથી તૂર્કીની મદદ માટે ભારત સરકાર દ્વારા 'મિશન દોસ્ત' લોન્ચ કરવામાં આવ્યું છે અને તુર્કીમાં NDRFની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.