ન્યુઝીલેન્ડના ઉ. દ્વીપમાં આવેલા ગેબ્રિયલ વાવાઝોડાના પગલે રાષ્ટ્રીય કટોકટી જાહેર
Live TV
-
ન્યુઝીલેન્ડના ઉત્તરીય દ્વીપ પર ગેબ્રિયલ વાવાઝોડું ત્રાટક્યા બાદ ન્યુઝીલેન્ડ સરકારે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આ ઘોષણા પર હસ્તાક્ષર કરતાં કટોકટી વ્યવસ્થાપન મંત્રી કિરન મેક એનલ્ટીએ જણાવ્યું હતું કે, આ હવામાનની એક દુર્લભ સ્થિતિ છે જેની વધુ અસર ઉત્તરીય દ્વીપના ભાગો પર થઈ રહી છે. તેમણે કહ્યું કે ન્યુઝીલેન્ડના લોકોના જીવન માટે આ ખતરનાક આપત્તિ છે જેના લીધે લોકોને પૂરનો સામનો કરવો પડી રહ્યો છે અને માળખાકીય સુવિધાઓ અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે.
ભારે વરસાદ અને ભારે પવનને કારણે 38 હજારથી વધુ ઘરો વીજ પુરવઠા વિહોણા થઈ ગયા છે. પૂરના પાણી અને ભૂસ્ખલનથી ઑકલેન્ડ પાસેના કેટલાક વિસ્તારો સહિત દેશભરના ઘણાં ભાગોથી સંપર્ક તૂટી ગયો છે. ન્યુઝીલેન્ડમાં ત્રીજી વખત કટોકટી જાહેર કરવામાં આવી છે.
આ અગાઉ 2019 માં ક્રાઇસ્ટ ચર્ચ આતંકવાદી હુમલો અને 2020 માં કોવિડ મહામારીને કારણે કટોકટી જાહેર કરવામાં આવી હતી.