દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ આપ્યું રાજીનામું
Live TV
-
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગઈરાતે રાષ્ટ્રજોગ ટીવી સંબોધન કરતાં, રાજીનામાની જાહેરાત કરી હતી.
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગઈરાતે રાષ્ટ્રજોગ ટીવી સંબોધન કરતાં, રાજીનામાની જાહેરાત કરી હતી. આ પહેલા તેમના પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસે ઝુમાને પદ છોડવા કે પછી ગુરૂવારે અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવા જણાવ્યું હતું. 75 વર્ષના ઝુમા પર, પદ છોડવા દબાણ વધતું જતું હતું. ઉપરાષ્ટ્રપતિ સિરીલ રામાફોસાને A.N.C.ના નવા નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે. વર્ષ 2009થી સત્તામાં રહેલા ઝુમા ભ્રષ્ટાચારના અનેક આરોપનો સામનો કરી રહ્યા છે. ઝુમાએ કહ્યું કે, A.N.C.માં પડેલા ભાગલા અને હિંસાને કારણે, તેમણે પદ છોડવા નિર્ણય કર્યો હતો. A.N.C.એ જણાવ્યું હતું કે, ઝુમાના આ નિવેદનથી, દક્ષિણ આફ્રિકાના લોકો નિશ્ચીત બનશે.