દક્ષિણ આફ્રિકામાં વિદેશમંત્રીનો પીટરમેરિત્સબર્ગમાં ભારતીયો સાથે સંવાદ
Live TV
-
દક્ષિણ આફ્રિકાની મુલાકાતે ગયેલા વિદેશમંત્રી સુષમા સ્વરાજ આજે પીટરમેરિત્સબર્ગમાં ભારતના લોકોએ અભિવાદન કર્યું હતું.
દક્ષિણ આફ્રિકાની મુલાકાતે ગયેલા વિદેશમંત્રી સુષમા સ્વરાજ આજે પીટરમેરિત્સબર્ગમાં ભારતના લોકોએ અભિવાદન કર્યું હતું. તેમણે એક સંવાદમાં જણાવ્યું હતું કે, ભારત તથા દક્ષિણ આફ્રિકાના સંબંધો દાયકાઓ જૂના છે. ભારત એ યુવાઓનો દેશ છે, અને ભારતમાં કારકીર્દી તથા વિકાસની અનેક તકો પણ છે. તેમણે આ સંવાદમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી તથા નેલ્સન મંડેલાએ રંગભેદની નીતિ સામે જંગ છેડ્યો હતો. ભારત માટે દક્ષિણ આફ્રિકા અત્યંત મહત્વનું છે કેમ કે સત્યાગ્રહનો પ્રારંભ અહીંથી થયો હતો. પીટરમેરિત્સબર્ગ સ્ટેશને 7 જૂન, 1893ની એ રાતે ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી મૂકવાની ઐતિહાસિક ઘટના બની હતી. આ ઘટનાને ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે. આ ઘટનાને 125 વર્ષ પૂરા થયા છે.