ઉ. કોરિયાના નેતા કિમ જોંગ ઉનને અમેરિકા આવવા નિમંત્રણ આપી શકે છે અમેરિકા
Live TV
-
12 જૂને યોજાનારી કોરિયા યુદ્ધનો અંત લાવવા સમજૂતી થઈ શકે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને અમેરિકા આવવાનું નિમંત્રણ આપી શકે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, 12 જૂનના રોજ સિંગાપુરમાં ઉત્તર કોરિયાના નેતા સાથેની મુલાકાત બરાબર રહેશે તો તેમને અમેરિકા આવવા નિમંત્રણ આપવા વિચારી શકે છે. જાપાનના વડાપ્રધાન શિન્જો આબે સાથે 12 જૂને યોજાનારી બેઠક વિશે ચર્ચા કર્યા બાદ પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, કોરિયા યુદ્ધનો અંત લાવવા સમજૂતી થઈ શકે. તે પછી શું થાય છે, તે વાતનું ખૂબ મહત્વ છે. અમેરિકા અને પ્રાદેશિક સહયોગી દેશો ઈચ્છે છે કે, ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ છોડી દે, પરંતુ ટ્રમ્પનું માનવું છે કે, માત્ર એક બેઠકમાં આ લક્ષ્ય હાંસલ કરી શકાય તેમ નથી અને તેમાં લાંબો સમય લાગી શકે છે.