G-7માં રશિયાના સમાવેશના આહ્વાહન પર ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ
Live TV
-
કેનેડામાં G-7 શિખર સંમેલન શરૂ થઈ ગયું છે. G-7 સમૂહના યુરોપિયન સદસ્યોએ રશિયાનો સમૂહમાં ફરી સમાવેશ કરવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આહવાનનો વિરોધ કર્યો છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના, કાર્યાલયે કહ્યું છે કે, મેક્રોન, જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ, બ્રિટનના પ્રધાનમંત્રી થેરસા મે અને ઈટાલીના નવા પ્રધાનમંત્રી રશિયાના મુદ્દે એક મત છે. 2014માં યુક્રેન પર અતિક્રમણ કરવા અને રશિયાના સમર્થકોના ટેકા પછી અમેરિકાએ આ ગ્રૂપમાંથી રશિયાને બહાર કરી દીધું હતું. આ ગ્રૂપમાં અમેરિકા, કેનેડા, જાપાન, ઈટાલી, બ્રિટન, જર્મની, ફ્રાન્સ અને રશિયાનો સમાવેશ થાય છે.