ભારત-ચીન વચ્ચે મહત્વપૂર્ણ 2 સમજૂતિઓ પર હસ્તાક્ષર
Live TV
-
એસસીઓની બેઠક પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે દ્નિપક્ષીય વાતચીત થઇ. નેતાઓ વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ. બન્ને નેતાઓ વચ્ચે વુહાન શિખર બેઠકમાં બનેલી સહમિતને લાગુ કરવા અને ભવિષ્યના ભારતના સંબધોના રૂપરેખા તૈયાર કરવા પણ ચર્ચા થઇ. છેલ્લા 4 વર્ષ દરમ્યાન બન્ને નેતાઓ વચ્ચે આ 14મી મુલાકાત છે.
એસસીઓ શિખર વાર્તા માટે ચિંગદાઓ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગની હાજરીમાં બન્ને પક્ષો વચ્ચે બે કરારો ઉપર હસ્તાક્ષર થયા. આ કરારમાં જળ સંસાધન ક્ષેત્રમાં બ્રહ્મપુત્ર નદીમાં પુરને લઇને સહયોગ અને કૃષિક્ષેત્રમાં ચોખાના નિકાસ અંગેના કરાર કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી બન્ને વચ્ચે પરસ્પરના હિતોના મુદ્ગે ચર્ચા થઇ હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ એસસીઓના મહાસચિવ સાથે પણ બેઠક કરી હતી.
પ્રધાનમંત્રીના હોટેલ પહોંચવા પર ભારતીય સમુદાયના લોકોએ તેમનુ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ. પ્રધાનમંત્રીએ લોકોની વચ્ચે જઇ તેમની સાથે હસ્તધુન કરી બાળકોને ઓટોગ્રાફ પણ આપ્યા..
ઉલ્લેખનિય છે કે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની સ્થાપના 2001માં થઈ હતી. કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકીસ્તાન, ઉઝબેકિસ્તાન અને ચીન તેના સભ્ય દેશ છે. ભારત અને પાકિસ્તાન ગત વર્ષે આ સંગઠનમાં જોડાયા હતા જે પછી આ સંગઠનને વૈશ્વિક સંગઠનનો દરજ્જો મળ્યો હતો.