દક્ષિણ-પૂર્વના આફ્રિકન દેશ માલાવીમાં ફ્રેડી ચક્રવાતએ તબાહી મચાવી
Live TV
-
ફ્રેડી ચક્રવાત અત્યાર સુધી નોંધાયેલા સૌથી લાંબા સમય સુધી ચાલતા ટ્રોપિકલ ચક્રવાતમાંનું એક છે
દક્ષિણ-પૂર્વના આફ્રિકન દેશ માલાવીમાં ફ્રેડી ચક્રવાતએ તબાહી મચાવી છે જેમાં અત્યારસુધી 300થી વધુ લોકોના મોત થયા છે. આ ભીષણ ચક્રવાત ચક્રવાત એટલું તીવ્ર હતું કે ઇમારતોને મોટા પ્રમાણમાં નુકશાન થયા છે અને ભૂસ્ખલનને કારણે માલાવી બાજુના ક્વિલિમેન બંદરની આસપાસ પૂર પણ આવ્યું હતું. યુએન એજન્સીઓએ ચેતવણી આપી છે કે ફ્રેડીના કારણે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ બગડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે પૂર અને નુકસાનકારક પવનોનું જોખમ ઘણું વધારે છે. માલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ (Lazarus Chakwera) ગુરુવારે ક્વીન એલિઝાબેથ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પૂર પીડિતો સાથે વાતચીત કરી હતી. ફ્રેડી ચક્રવાત અત્યાર સુધી નોંધાયેલા સૌથી લાંબા સમય સુધી ચાલતા ટ્રોપિકલ ચક્રવાતમાંનું એક છે અને તાજેતરના વર્ષોમાં આફ્રિકામાં સૌથી ભયંકર ચક્રવાત છે.
