દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા: ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન નોંધાયું
Live TV
-
ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પેટાળમાં 156 કિ.મી.થી વધુ હોવાને કારણે અનેક દેશો સુધી તીવ્રતાની અસર
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. ડરના માર્યા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપના ઝટકો રાત્રે લગભગ 10 કલાકને 20 મિનિટ પર અનુભવાયો હતો.
ભૂકંપના આંચકા ભારત સિવાય અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, કિર્ગીસ્તાનમાં પણ અનુભવાયા છે. ભૂકંપના કેન્દ્ર અફઘાનિસ્તાનથી શરૂ થયેલા ભૂકંપના આંચકા કુલ 9 દેશો સુધી અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 આંકવામાં આવી છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનથી 90 કિમી દૂર કાલાફગનમાં હતું.
સ્થાનિક રીપોર્ટ અનુસાર અનેક ઈમારતો પણ ધસી પડી છે તેમજ અફઘાનિસ્તાનમાં 2 અને પાકિસ્તાનમાં 9 લોકોના મૃત્યુ થયા છે, તેમ ભૂકંપના કારણે કુલ 11 લોકોના મૃત્યુ નોંધાયા છે. પાકિસ્તાનના પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત ખીણ પ્રદેશમાં 100થી વધુ લોકોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ભૂકંપના કારણે ભારતમાં પણ ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે.
