ચીનના શી જિનપિંગે મોસ્કોની મુલાકાત
Live TV
-
ચીનના શી જિનપિંગે મોસ્કોની મુલાકાત લીધી હતી. પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં જિનપિંગનું સ્વાગત કર્યું હતું. જિનપિંગની આ મુલાકાત યુએસએ યુદ્ધ અપરાધો માટે કવર તરીકે ગણાવી નિંદા કરી હતી. પશ્ચિમી ટીકાઓ વચ્ચે તેઓ યુદ્ધ બાબતે વધુ વાટાઘાટો કરવાના હતા.
યુક્રેનમાં યુદ્ધ શરૂ કર્યા પછી બંને દેશોએ 'નો લિમિટ' વ્યૂહાત્મક ભાગીદારી પર સહી કરી હતી. યુરોપિયન દેશોની પાબંદી પછી ચીને રશિયાના તેલ અને ગેસની ખરીદીને વધારી દીધી છે. તેના બદલામાં રશિયા પણ તાઇવાનના મામલે ચીનનો સાથ આપી રહ્યું છે. ચીન હંમેશાં તાઇવાનને પોતાનો ભાગ ગણાવતું આવ્યું છે.
યુક્રેન ઉપર આક્રમણ પછી જિનપિંગની આ પહેલી યાત્રા છે. તેમાં ચીન પોતાના હિત પ્રમાણે ઘણું પ્રાપ્ત કરવા ઇચ્છે છે. ચીન ભલે દેખાડો કરે કે તેઓ યુદ્ધ રોકવાની વાત કરી રહ્યા છે, પરંતુ રશિયા સાથે તેમની વધતી નિકટતાનો પુરાવો તેલ-ગેસની આયાતમાં વધારો છે. 2022માં ચીનને ક્રૂડ ઓઈલ અને ગેસનો પુરવઠો 44% અને 100% વધ્યો છે.ત્યાં જ, ચીનમાંથી રશિયાની નિકાસમાં 12.8%નો વધારો થયો છે. ચીનના સેમિકન્ડક્ટરની સપ્લાય બમણી થઈ ગઈ છે. શીની મુલાકાતના એજન્ડામાં સૌથી વધુ રશિયાથી નવી ગેસ પાઈપલાઈન સુરક્ષિત કરવામાં આવશે.
સાડા ચાર કલાક ચાલેલી ઇન્ફોર્મલ મિટિંગમાં જિનપિંગે રશિયાને રિલાયેબલ પાર્ટનર જણાવ્યા. બંને લીડર્સે સાથે ડિનર પણ કર્યું.
