દીકરીઓ સાથે અત્યાચાર સાખી નહીં લેવાય : પીએમ
Live TV
-
બ્રિટનના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી ભારત કી બાત સબકે સાથ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટર પહોંચ્યા હતા. ઐતિહાસિક આ હોલમાં સૌથી પહેલા 1946માં સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ બેઠકનું આયોજન થયું હતું.
આ હોલે ઐતિહાસિક વ્યક્તિઓ મહાત્મા ગાંધી અને માર્ટિન લૂથર કિંગની યજમાની કરી હતી. પ્રધાનમંત્રીએ ભારતવાસીઓના લોકોના સવાલોના જવાબ આપ્યા. પ્રધાનમંત્રીએ સર્જિકલ સ્ટ્રાઈક પરના સવાલમાં કહ્યું કે ભારત પરંપરાઓથી એક શાંતિપ્રિય દેશ છે. આધુનિક યુગમાં પણ ભારત કોઈની એક ઈંચ જમીન હડપવા માટે કામ કરતું નથી. પરંતુ ભારત પોતાની સરહદોની રક્ષા કરવા માટે નબળો દેશ નથી.
દેશમાં છેલ્લા દિવસોમાં થયેલી રેપની ઘટનાઓ પર પીએમ મોદીએ કહ્યું કે, આ સમાજ માટે કલંક છે. તેમણે કહ્યું બે દિકરીઓ પર અત્યાચાર સરકાર સહન કરશે નહીં.
એક સવાલના જવાબમાં તેમણએ કહ્યું મારી કોઈ જાતિ નથી અને ન મારો કોઈ વંશવાદ છે. મારી પાસે કઠોર પરિશ્રમની મૂળી છે. પીએમે કહ્યું કે, દેશને નવુ ભારત બનાવવા માટે એક ટીમની જેમ કામ કરી રહ્યાં છીએ.
તેમણએ આદિશંકરના અદ્વૈતવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે કંઇપણ મેળવવા માટે કંઈક ભૂલવું પડે છે અને સંપૂર્ણ સમર્પણ જ નવો ફેરફાર લઈને આવે છે.