Skip to main content
Settings Settings for Dark

નવી પેન્શન યોજનાના વિરોધમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, પેરિસના રસ્તાઓ પર 5600 ટન કચરો થયો જમા

Live TV

X
  • ફ્રાન્સના 200 શહેરોમાં 11 લાખ 20 હજાર લોકો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યાં છે

    ફ્રાન્સમાં મોટી સંખ્યામાં સફાઇ કર્મચારીઓ નવી પેન્શન યોજના હેઠળ નિવૃત્તિની ઉંમર વધારવાનો વિરોધ કરવા હડતાળ પર ઉતાર્યા છે. જેને કારણે ફ્રાન્સના ઘણા શહેરોમાં રોડ પર ઠેર-ઠેર કચરાના ઢગલા થતાં લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ હડતાળમાં સફાઇકર્મીઓએ એક અઠવાડિયાથી કચરો ઉપાડ્યો નથી જેના લીધે ફ્રાન્સના પાટનગર પેરિસના રસ્તાઓ પર જ એક અઠવાડિયામાં અંદાજે 5,600 ટન કચરો જમા થઈ ગયો છે. ફ્રાન્સના 200 શહેરોમાં 11 લાખ 20 હજાર લોકો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યાં છે. 80 હજાર લોકો તો ફક્ત પેરિસમાં જ પ્રદર્શન કરી રહ્યાં છે.

    નવી યોજના હેઠળ, લોકોને સંપૂર્ણ પેન્શન મેળવવા માટે વર્ષ 2027 થી કુલ 43 વર્ષ સુધી કામ કરવું પડશે. અત્યાર સુધી લઘુત્તમ સેવાનો સમયગાળો 42 વર્ષનો હતો. હાલમાં, કચરો ઉપાડનારા સફાઇકર્મી 57 વર્ષની ઉંમરે અને ગટર સાફ કરનારા સફાઇકર્મી 52 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે.

    આગામી 16 માર્ચના રોજ એક જોઈન્ટ કમિટી આ બિલને રિવ્યૂ કરશે. જો કમિટી બિલને મંજૂરી આપે છે, તો સંસદના બંને ગૃહમાં અંતિમ મતદાન થશે. તેના આધારે નક્કી થશે કે નવી પેન્શન યોજનાને લાગૂ કરવી જોઈએ કે નહીં.

    સફાઈ કામદારોનું કહેવું છે કે ગટર સાફ કરનારા કામદારો દરરોજ ચારથી પાંચ કલાક ગટરની અંદર જ રહે છે. સફાઈ દરમિયાન ઘણા પ્રકારના વાયુઓ બહાર આવે છે. મોટાભાગના ગટર સફાઈ કામદારો 40 વર્ષની વય વટાવ્યા પછી નબળા પડવા લાગે છે.

    મીડિયા અહેવાલો અનુસાર, કેટલાક આરોગ્ય સંશોધન જણાવે છે કે બાકીની વસ્તીની તુલનામાં ગટરના કામદારો 65 વર્ષની વય પહેલા મૃત્યુ પામે તેવી શક્યતા બમણી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply