Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રી નિર્મલા સીતારમને ભારત-શ્રીલંકા બિઝનેસ સમિટને સંબોધી

Live TV

X
  • નાણામંત્રી નિર્મલા સીતારમને કોલંબોમાં વસતાં ભારતીય મૂળના તમિલ સમુદાયને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો ઉચ્ચાર કર્યો  છે. તેમણે ગઈકાલે ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટના ચોથા તબક્કા હેઠળ દસ હજાર મકાનોનો શિલાન્યાસ કર્યો હતો. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા શ્રીમતી સીતારમણે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. ભારતે શ્રીલંકાને ચાર અબજ ડોલરની માનવતાવાદી સહાયતાનો ઉલ્લેખ કરતાં નાણામંત્રીએ બંને દેશો વચ્ચે મજબૂત સૌહાર્દ અને સહકાર ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો. 

    શ્રીમતી સીતારમને ભારત-શ્રીલંકા બિઝનેસ સમિટને સંબોધન કરતાં ઊર્જા ક્ષેત્રના વિકાસ માટે વધુ પ્રયત્નો કરવા હાકલ કરી હતી. નાણામંત્રીએ શ્રીલંકામાં પ્રવાસન અને ચા ઉદ્યોગની પ્રશંસા કરી હતી. નાણામંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે આર્થિક અને વ્યાપારી ક્ષેત્રે બંને દેશોના સંયુક્ત પ્રયાસો અંગે ચર્ચા કરી. બંને નેતાઓએ શ્રીલંકાના ધાર્મિક સ્થળો પર સૌર ઉર્જાનો ઉપયોગ કરવાના કરારની આપ-લે કરી હતી. આ પ્રોજેક્ટ માટે ભારત શ્રીલંકાને 82 કરોડ ચાલીસ લાખ રૂપિયા આપશે. 

    કોલસા મંત્રાલય દ્વારા આજે કોલસા ખાણોની હરાજીના છઠ્ઠા તબક્કાનો પ્રારંભ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમન આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મહેસૂલી આવકમાં ટકાવારીના હિસ્સાનાં આધારે બે તબક્કાની પારદર્શક પ્રક્રિયા દ્વારા ઓનલાઈન  હરાજી કરાશે જ્યારે ટેન્ડર દસ્તાવેજનું વેચાણ આજથી શરૂ થશે. ખાણોની વિગતો, હરાજીની શરતો અને સમયમર્યાદા વગેરે વિગતો MSTC હરાજી પ્લેટફોર્મ પરથી મેળવી શકાશે. કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહ્લલાદ જોષી અને કોલસા રાજ્યમંત્રી રાવસાહેબ પાટીલ આ પ્રસંગે હાજર રહેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply