યુનાઇટેડ કિંગડમ ખાતે AI શિખર સમેલનનું આયોજન કરાયું
Live TV
-
યુનાઇટેડ કિંગડમ ખાતે AI શિખર સમેલનનું આયોજન કરાયું
યુનાઇટેડ કિંગડમ ખાતે AI શિખર સમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ સમેલન બકિંગહામશાયરના બ્લેચલી પાર્ક ખાતે યોજાયુ હતું. આ સમેલનમાં ભારત અને યુરોપિયન યુનિયન સહિત 27 દેશોએ ભાગ લીધો હતો. આ સમેલનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા જોખમોનું મૂલ્યાંકન કરવું અને કેવી રીતે તેનો સામનો કરવો તે અંગે વિચારણા કરવામાં આવી. યુકે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ "ધ બ્લેચલી ઘોષણા" જેમાં EU સહિત 27 સહભાગી દેશોના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પત્ર દ્વારા બધા દેશો AI પર આંતરરાષ્ટ્રીય પગલાંની તકો, જોખમો અને જરૂરિયાત પર સહમત થયા છે. આ ઘોષણા પત્ર દ્વારા હાઉસિંગ, રોજગાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, ન્યાય જેવા દૈનિક દિનચર્યાના કામોમાં AIનો ઉપયોગ વધશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ વૃદ્ધિ થવાની સંભાવના છે.
આ સમિટમાં બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક અને ટેસ્લાના સીઈઓ મળ્યા હતા. આ ચર્ચામાં એલોન મસ્કે કહ્યું કે, ભવિષ્યમાં હ્યુમનૉઇડ રોબોટ્સ એટલે કે માનવીય કામ કરવા માટે તૈયાર કરાયેલા રોબોટ્સ દરેક જગ્યાએ મનુષ્યને અનુસરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, એક સમય એવો આવશે જ્યારે લોકોને નોકરી કરવાની જરૂર નહીં રહે. એલોન મસ્કે AI 'એક જાદુઈ જીની' સાથે સરખાવ્યું છે. તેમણે ચેતવણી પણ આપી છે કે આ માનવીય રોબોટ્સ તમને ગમે ત્યાં અનુસરી શકે છે. એલોન મસ્ક અને કમલા હેરીશે AIને માનવ માટે જોખમ ગણાવ્યું છે.
ભારત તરફથી ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમેલનમાં તેમેન જણાવ્યું હતું કે, ભારત AI ને સુરક્ષા, વિશ્વાસ અને જવાબદારીના નજર દ્વારા જુએ છે. તેમણે કહ્યું કે ભારત AI પ્રત્યે પ્રતીબધ્ધ છે. AI અમારા માટે નવા અવસરોનું પ્રતીનિધિત્વ કરશે. AI સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ માનવીને પ્રગતી સમૃધ્ધી માટે થવો જોઈએ. સોસિયલ મીડિયામાં ભ્રામક માહિતી ન ફેલાવવા કરી આપીલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ડિજિટલ અર્થવ્યવસ્થામાં વધારો થયો છે.
