Skip to main content
Settings Settings for Dark

નિક્કી હેલીએ ટ્રમ્પને હરાવી ઇતિહાસ રચ્યો, રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણી જીતનાર બની પ્રથમ મહિલા

Live TV

X
  • નિક્કી હેલીને વોશિંગ્ટનમાં 1,274 મત મળ્યા છે, જ્યારે ટ્રમ્પને 676 મત મળ્યા હતા.

    ભારતીય મૂળના નિક્કી હેલીએ ઇતિહાસ રચ્યો છે..રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના દાવેદાર નિક્કી હેલીએ વોશિંગ્ટન ડીસીની પ્રાઈમરીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે.. આ સાથે જ નિક્કી હેલી અમેરિકાના ઇતિહાસમાં રિપબ્લિકન પાર્ટીના પ્રાઈમરી જીતનારા પ્રથમ મહિલા ઉમેદવાર બન્યા છે.

    હેલીને વોશિંગ્ટનમાં 1,274 મત મળ્યા છે, જ્યારે ટ્રમ્પને 676 મત મળ્યા હતા.મહત્વનુ છે કે રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે કોઈ પણ ઉમેદવારને 1,215 ડેલિગેટ્સના મત જરુરી હોય છે. અત્યાર સુધીમાં ટ્રમ્પને 244 જ્યારે નિક્કી હેલીને 43 ડેલિગેટ્સનું સમર્થન છે.

    રિપબ્લિકન પ્રાઈમરી ઈલેક્શન જીતનારી અમેરિકાના ઈતિહાસમાં નિક્કી હેલી પ્રથમ મહિલા બની ગઈ છે. જો કે રાષ્ટ્રપતિ પદની રેસમાં ટ્રમ્પનો દાવો ઘણો મજબૂત છે. આ પહેલા દેશના 15 રાજ્યો અને એક અમેરિકી પ્રદેશ મંગળવારે મતદાન કરશે. તેને સુપર ટ્યુઝડે કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વોશિંગ્ટનમાં ડેમોક્રેટિક પ્રાઇમરી જૂનમાં યોજાશે.

    અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટેની પ્રાથમિક ચૂંટણી જૂન સુધી યોજાશે. આ પછી જુલાઈમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન આવે છે, જ્યાં પક્ષના પ્રમુખપદના ઉમેદવારની સત્તાવાર રીતે પ્રતિનિધિઓ દ્વારા પસંદગી કરવામાં આવે છે, ત્યારબાદ ઓગસ્ટમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન થાય છે.

    2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરે યોજાશે.ટ્રમ્પને મ્હાત આપનાર નિક્કી હેલી વિશે વાત કરીએ તો 20 જાન્યુઆરી, 1972 ના રોજ દક્ષિણ કેરોલિનામાં, યુએસએમાં જન્મેલી નિક્કી હેલી એક જાણીતી અમેરિકન રાજકારણી છે. તેમના પિતાનું નામ અજીત સિંહ રંધાવા અને માતાનું નામ રાજ કૌર રંધાવા છે. તે રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલી છે અને દક્ષિણ કેરોલિનાના 116મા ગવર્નર (2011 અને 2017 વચ્ચે) તરીકે પણ સેવા આપી છે. જાન્યુઆરી 2017 થી ડિસેમ્બર 2018 સુધી, તે યુએનમાં 29મી યુએસ એમ્બેસેડર હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
apply